મહારાષ્ટ્ર

નાગપુર ભાજપના તમામ 102 કોર્પોરેટરોના લેખિત રાજીનામા: જાણો પક્ષે કેમ લીધો આ આકરો નિર્ણય?

નાગપુર: નાગપુર મહાનગરપાલિકા દ્વારા ૨૦૨૬ માં યોજાયેલી ચૂંટણીમાં ભાજપ જૂથ દ્વારા ચૂંટાયેલા તમામ ૧૦૨ કોર્પોરેટરોના રાજીનામા લખાવી લીધા હોવાનું સામે આવ્યું છે. આ રાજીનામા એક બાંયધરી પત્રના સ્વરૂપમાં લખાવી લેવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.

તેમાં ઉલ્લેખ કરાયો છે કે, જો હું સામાજિક સમરસતા બગડે તેવું નિવેદન આપીશ અથવા એવું કોઈ કૃત્ય કરીશ, નાણાકીય અનિયમિતતા કે કૌભાંડમાં મારી સંડોવણી જણાશે, જ્ઞાતિ-જાતિ વચ્ચે વિવાદ ઊભો થાય તેવું નિવેદન આપીશ અથવા અન્ય કોઈ ગંભીર ગેરરીતિમાં સામેલ હોવાનું જણાશે, તો પક્ષ મારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકશે અને મારુ રાજીનામું સ્વીકારી શકશે.

આ પણ વાંચો : મહાનગર પાલિકા સંગ્રામઃ (ના)રાજીનામાંની સંગીત ખુરશી

આ સંદર્ભમાં ભાજપ શહેર પ્રમુખ દયાશંકર તિવારીએ આ પ્રકારનું બાંહેધરી પત્ર લખાવી લેવામાં આવ્યું હોવાને વાતને સમર્થન આપતા કહ્યું કે, જો અમારા કોઈપણ કોર્પોરેટર ભૂલ કરશે, તો પક્ષ મારી વિરુદ્ધ કાર્યવાહી કરી શકશે અને રાજીનામું લઈ શકે છે.

દરમિયાન, ભાજપ દ્વારા આવું પહેલીવાર બન્યું નથી. અગાઉ, ૨૦૧૭માં ચૂંટાયેલા કોર્પોરેટરો તરફથી રાજીનામાના સ્વરૂપમાં એક બાંયધરી પણ આવી જ રીતે લખવામાં આવી હતી, એવી માહિતી દયાશંકર તિવારીએ આપી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button