લાતુર હોસ્પિટલમાં સુરક્ષા ગાર્ડની હત્યાઃ વોન્ટેડ ડૉક્ટરની હરિદ્વારમાંથી અટકાયત
લાતુર: હોસ્પિટલમાં કામ કરતા સુરક્ષા ગાર્ડની હત્યાના આરોપી મહારાષ્ટ્રના લાતુરના એક ડૉક્ટરની કેટલાક દિવસો સુધી ફરાર રહ્યા બાદ ગઇ કાલે ઉત્તરાખંડના હરિદ્વારમાં અટકાયત કરવામાં આવી હોવાની માહિતી એક પોલીસ અધિકારીએ આપી હતી.
પોલીસે જણાવ્યું કે પીડિત બાલુ ભરત ડોંગરે, જે લાતુરમાં ફિઝિશિયનની હોસ્પિટલમાં સુરક્ષા ગાર્ડ તરીકે નોકરી કરતા હતા. ૧૨ ડિસેમ્બરે તેમનું મૃત્યુ થયું હતું. તેના પરિવારે હત્યાનો આરોપ મૂક્યા બાદ ડોક્ટર પ્રમોદ ઘુગે અને તેના ભત્રીજા અનિકેત મુંડે સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: લાતુરમાં ચોરાયેલા નવ લાખના દાગીના મધ્ય પ્રદેશથી જપ્ત કરાયા
મૃતકની માતાએ લાતુરના શિવાજીનગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદને આધારે પોલીસે ઘુગે અને તેના ભત્રીજા મુંડે વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ ૧૦૩ (૧) (હત્યા), ૩ (૫) અને અન્ય સંબંધિત જોગવાઈઓ હેઠળ ડિસેમ્બર ૧૩ના રોજ કેસ નોંધ્યો હતો, જે ગુનામાં કથિત રીતે સામેલ હતો. ઘટના બાદ બંને ફરાર હતા.
પોલીસના જણાવ્યા મુજબ ઘુગે લિફ્ટ કોન્ટ્રાક્ટરને માર મારવામાં અને તેનું અપહરણ કરવામાં કથિત રીતે સામેલ હતો અને ડોંગરેને કામ વગર પગાર આપવાનું વચન આપીને અપહરણમાં ભાગ લેવા દબાણ કર્યું હતું.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પોલીસે ઘુગેના ડ્રાઇવરની પૂછપરછ કરી હતી, જેણે તેને હરિદ્વારમાં ડ્રોપ કર્યો હોવાનું કબૂલ્યું હતું. આ માહિતીના આધારે, હરિદ્વાર પોલીસે સોમવારે તેની અટકાયત કરી હતી. ઘુગેનો ભત્રીજો મુંડે હજુ પણ ફરાર છે.