પાલિકા ચૂંટણીઓ: સુપ્રીમકોર્ટનું મહિનાનું અલ્ટિમેટમ
મહારાષ્ટ્ર ભરની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓ જૂની અનામત પ્રણાલી પ્રમાણે કરાવવા જાહેરનામું ચાર અઠવાડિયામાં બહાર પાડવા આદેશ

નવી દિલ્હી: મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીઓનો માર્ગ ખૂલી ગયો છે કારણ કે સુપ્રીમ કોર્ટે જૂની અનામત પ્રણાલીના આધારે ચૂંટણી યોજવાનો આદેશ જારી કર્યો હતો. સુપ્રીમ કોર્ટે ચાર અઠવાડિયામાં ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પાડવાનો પણ આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે રાજ્ય ચૂંટણી પંચને નિર્દેશ આપતાં કહ્યું હતું કે, 2022 પહેલાં પ્રવર્તમાન અનામત વ્યવસ્થા મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં લાગુ થશે.
જસ્ટિસ સૂર્ય કાંત અને જસ્ટિસ એન. કોટિશ્ર્વર સિંહની ખંડપીઠે કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં ઓબીસીની અનામત 2022ના બાંઠિયા પંચના અહેવાલના પહેલાં જે પ્રમાણમાં હતી તે જ પ્રમાણમાં રહેશે.
આ ચૂંટણીઓમાં જે. કે. બાંઠિયા કમિશનના આધારે ઓબીસી અનામત આપવામાં આવશે. સુપ્રીમ કોર્ટે ચાર મહિનામાં ચૂંટણી પૂર્ણ કરવાનો આદેશ આપ્યો છે. ન્યાયાધીશ સૂર્ય કાંતે કહ્યું હતું કે, લોકશાહીના બંધારણીય આદેશ મુજબ સમયાંતરે પાયાના સ્તરે ચૂંટણીઓ યોજાવી જોઈએ. મ્યુનિસિપલ ચૂંટણીઓ યોજાઈ શકે છે, પરંતુ તેમની માન્યતા બાકી રહેલી કાર્યવાહીના પરિણામને આધિન રહેશે.
સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે, શું ચૂંટણીને આટલા લાંબા સમય સુધી પેન્ડિંગ રાખવા પાછળ કોઈ તર્ક છે? બાંઠિયા કમિશનના 2022ના અહેવાલ પહેલાં તમામ સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીના હેતુ માટે ઓબીસી અનામત કાયદા મુજબ વાંચવી જોઈએ. છ સભ્યોના કમિશને જુલાઈ 2022ના રોજ એક અહેવાલ રજૂ કર્યો હતો. તે અહેવાલ ઉપરાંત, પછાતપણાના સ્વરૂપના મુદ્દા પર વિચાર કરવા માટે કમિશનની રચના સહિતના અનેક મુદ્દાઓ કોર્ટ સમક્ષ પેન્ડિંગ છે.
આજે ફરી સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે વચગાળાનો આદેશ આપ્યો છે અને મહારાષ્ટ્ર સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી 2022 પહેલાંની અનામત પ્રણાલીના આધારે યોજવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરીને પૂછ્યું કે જૂની સિસ્ટમ હેઠળ ચૂંટણી કેમ નથી થઈ રહી?
અધિકારીઓ સ્થાનિક સંસ્થાઓમાં હોદ્દા પર છે. આ કેવી રીતે મંજૂર કરી શકાય? જો આ પિટિશન પર સુનાવણી વર્ષો સુધી ચાલુ રહેશે તો શું ચૂંટણી નહીં થાય? આ ચૂંટણીઓનું પરિણામ સુપ્રીમ કોર્ટના અંતિમ નિર્ણયને આધીન રહેશે.
આ પણ વાંચો રેલવે હવે મેટ્રોને પગલેઃ મધ્ય રેલવેમાં સીએસએમટી-પરેલ વચ્ચે ‘નવા’ કોરિડોરની તૈયારી