મહારાષ્ટ્ર

મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિક જૅમને પગલે સ્ટેટ ટ્રાન્સપોર્ટની ૧૩૯ બસસેવા રદ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવે પર ગેસ ટેન્કર પલટી થયા બાદ થયેલા ટ્રાફિક જૅમને પગલે મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની ૧૩૯ બસ સર્વિસ રદ કરવામાં આવી હોવાનું બુધવારે સ્ટેટ ટ્રાન્સપોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

સ્ટેટ ટ્રાન્સપોર્ટે જણાવ્યું હતું કે મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ખંડાલા ઘાટ સેકશન પાસે ગેસ ટેન્કર પલટી ખાઈ જવાને પગલે ૨૪ કલાકથી પણ વધુ સમય માટે હાઈવે પર બંને દિશામાં ટ્રાફિક જૅમ રહ્યો હતો.

આપણ વાચો: થાણે-ભિવંડી રોડના ભારે ટ્રાફિક જૅમમાં એમ્બ્યુલન્સ ફસાઇ ને યુવકે દમ તોડ્યો…

તેથી રાજ્યના જુદા જુદા વિસ્તારમાં આ હાઈવે પરથી જતી સ્ટેટ ટ્રાન્સપોર્ટની ૧૩૯ સબસેવા રદ કરવામાં આવી હતી, જેમાં ૭૩ ઈ-શિવનેરી બસસેવા હતી અને ૬૬ રેગ્યુલ બસ સર્વિસ હતી.

હાઈવેના ટ્રાફિક જૅમને કારણે સાતારા ડિવિઝનની ૪૬, સોલાપુરની ૩૬, પુણેની ૨૦, સાંગલીની ૧૮, કોલ્હાપુરની ૧૩ અને પાલઘર સેકશનની ૧૨ બસ, થાણેથી ૧૧ અને મુંબઈ ડિવિઝનની સાત બસસેવા રદ થઈ હતી. મુંબઈ-પુણે એક્સપ્રેસ હાઈવેનો ટ્રાફિક પૂર્વવત્ થવાની સાથે જ સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસસેવા ફરી શરૂ કરી દેવામાં આવશે એવો દાવો સ્ટેટ ટ્રાન્સપોર્ટે કર્યો હતો.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button