મહારાષ્ટ્ર

કુણાલ કામરાની ધરપકડ થશે? મુંબઈ પોલીસ તેના ઘરે પહોંચી

મુંબઈ: સ્ટેન્ડ અપ કોમેડિયન કુણાલ કામરાએ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે પર કરેલા જોકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હોબાળો મચી (Kunal Kamra joke on Shinde) ગયો છે.

શિવસેના (એકનાથ શિંદે)ના કાર્યકર્તા કુણાલને સતત ધમકીઓ આપી રહ્યા છે. કુણાલ સામે મુંબઈમાં FIR પર દાખલ કરવામાં આવી છે. અહેવાલ મુજબ મુંબઈ પોલીસની એક ટીમ સોમવારે કુણાલ કામરાના ઘરે પહોંચી હતી.

શિવસેનાના વિધાનસભ્ય મુરજી પટેલની ફરિયાદના આધારે ખાર પોલીસે 24 માર્ચના રોજ કુણાલ સામે FIR નોંધી હતી. ત્યાર બાદ પોલીસ કુણાલ કામરાને બે સમન્સ મોકલી ચૂકી છે, કુણાલ પોલીસ સમક્ષ હાજર થયો ન હતો. કુણાલ હાલ તમિલનાડુમાં રહે છે. મદ્રાસ હાઈકોર્ટે કુણાલને ધરપકડ સામે વચગાળાનું રક્ષણ આપ્યું છે.

આપણ વાંચો: શિવસેના-યુબીટીના નેતા સંજય રાઉતે હાસ્ય કલાકાર કુણાલ કામરા માટે કેન્દ્રીય સુરક્ષાની માગણી કરી…

નોંધનીય છે કે કુણાલ કામરા તેના સ્ટેન્ડ-અપ શો દરમિયાન પોલીટીકલ જોક્સ માટે જાણીતો છે. મુંબઈમાં ફેબ્રુઆરી મહિનામાં યોજાયેલા એક શોમાં કુણાલે મહારષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદે અંગે એક પેરોડી ગીત ગયું હતું, જેની વિડીયો ક્લીપ સોશિયલ મીડિયા પર વાયરલ થતા શિવસેનાના કાર્યકરો રોષે ભરાયા હતાં.

ખાર પોલીસ સ્ટેશન ઉપરાંત કામરા વિરુદ્ધ મહારાષ્ટ્રભરમાં ત્રણ માનહાનિના કેસ દાખલ કરવામાં આવ્યા છે. સ્ટેન્ડ-અપ શોના સ્થળ ધ હેબિટેટમાં પણ શિવસેનાના કાર્યકરોએ તોડફોડ કરી હતી.

શિવસેનાની ધમકી:

શિવસેના કાર્યકર્તાઓને ધમકી આપી છે કે જો કુણાલ જાહેરમાં ક્યાંય જોવા મળશે તો તેમના પર હુમલો કરવામાં આવશે. આજે શિવસેનાની યુવા સેનાના રાહુલ કનાલે કહ્યું હતું કે કુણાલ કામરા જ્યારે પણ મહારાષ્ટ્રમાં પ્રવેશ કરશે ત્યારે તેમનું “શિવસેના સ્ટાઈલ”માં સ્વાગત કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button