મહારાષ્ટ્રના ભાંડુપ સ્ટેશન પર સર્જાઈ મોટી બસ દુર્ઘટના; 4 ના મોત, 10 ઘાયલ…

મુંબઈઃ મહારાષ્ટ્રમાં એક મોટો માર્ગ અકસ્માત થયો હોવાનું જાણવા મળ્યું છે. મુંબઈના ભાંડુપ વેસ્ટ સ્ટેશન રોડ કેમ્પસ પર બેસ્ટ બસે અનેક મુસાફરોને કચડી નાખ્યાં હતાં. પ્રાથમિક માહિતી મુજબ, બસને રિવર્સ લેતી વખતે મુસાફરોને અડફેટે લીધા હતાં. આ ઘટનાના કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો. 4 લોકોના મોત થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે ભાંડુપ (પશ્ચિમ)માં સ્ટેશન રોડ પર આ ઘટના બની છે. બસ રિવર્સ કરતી વખતે અનેક મુસાફરોને અડફેટે લીધા હતાં. આ દરમિયાન 4 લોકો મોત થયાં હોવાનું જાણવા મળ્યું છે. BMC ના MFB કંટ્રોલ દ્વારા આ સમગ્ર ઘટનાની જાણની કરવામાં આવી છે. 9થી પણ વધારે લોકો ઘાયલ થયા હોવાની શક્યતા છે. આ ઘાયલોને નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની જાણ થતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ અને તપાસ શરૂ કરી દીધી છે.

રેલ્વે સ્ટેશન નજીક રાહ જોઈ રહેલા મુસાફરોને BEST ઇલેક્ટ્રિક બસે અડફેટે લીધા હતા. આ ઘટનાસ્થળે હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. તંત્ર દ્વારા પણ રાહત અને બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સૂત્રો દ્વારા એવું પણ જાણવા મળ્યું છે કે, પોલીસ દ્વારા બસ ડ્રાઈવરની ધરપકડ કરી લેવામાં આવી છે.
આ સમગ્ર મામલે મુંબઈ પોલીસના જોઈન્ટ સીપી સત્ય નારાયણ ચૌધરીએ જણાવ્યું કે, અત્યારે ઘાયલોની સારવાર કરવામાં આવી રહી છે અને સંપૂર્ણ તપાસ ચાલી રહી છે. તેમના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) ઘટનાસ્થળે હાજર છે. આ ઘટના રાત્રે 10 વાગ્યાની આસપાસ બની હતી. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
વધારે વિગતે જોવા જઈએ તો, મુંબઈ ફાયર બ્રિગેડ, સ્થાનિક પોલીસ, BEST બસ સ્ટાફ અને 108 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. અધિકારી દ્વારા આપવામાં આવેલી જાણકારી પ્રમાણે કે પ્રારંભિક તપાસ પ્રમાણે આ ઘટનામાં લગભગ 9થી વધારે લોકો ઘાયલ થયા છે. જોકે, ઇજાઓની ચોક્કસ સંખ્યા અને ગંભીરતા વિશે હજી તપાસ કરવામાં આવી રહી છે.



