Crime News: માતાને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો પુત્ર ને પછી થયો આવો કાંડ, જાણો વિગત
Latest Crime News: પુણેમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. પુત્ર તેની માતાને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઈ ગયો હતો. જે બાદ માતાએ તેના પ્રેમી સાથે મળીને પુત્રની હત્યા કરી હતી. આ કેસમાં પોલીસે શુક્રવારે 55 વર્ષીય હત્યારી માતાની ધરપડ કરી હતી.
પુત્રએ માતાના પરપુરુષ સાથે આડાસંબંધનો વિરોધ કર્યો ને…
પોલીસના જણાવ્યા મુજબ, પુત્રએ તેની માતાના પરપુરુષ સાથે આડાસંબંધનો વિરોધ કર્યો હતો. જેના કારણે તેની હત્યા કરી દેવામાં આવી હતી. મૃતકની ઓળખ અનિલ લાલસિંહ ઠાકુર (ઉ.વ.30) તરીકે થઈ હતી. મૃતકના ભાઈએ ઘટના સંબંધે લોનીકંદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા મુજબ, મૃતક અનિલ અને તેનો પરિવાર મૂળ ઉત્તર પ્રદેશનો છે અને ઘણા સમયથી પુણેના પેરને ફાટા વિસ્તારમાં રહે છે.
આ પણ વાંચો :પુણેમાં યુવતી પર સામૂહિક બળાત્કારના કેસમાં પહેલી ધરપકડ: બે નરાધમ ફરાર…
પોલીસે ઘટના અંગે શું કહ્યું
પોલીસે ઘટનાને લઈ પ્રેસ રિલિઝ જાહેર કરી હતી. જે મુજબ, આ ઘટના બુધવાર અને ગુરુવારની રાતે બની હતી. અનિલને તેની માતા તથા પ્રેમી સાથે ઝઘડો થયો હતો. આ ઝઘડા દરમિયાન માતાએ તેના પ્રેમી સાથે મળીને માથામાં પથ્થર માર્યો. જેના કારણે તે લોહીથી લથપથ થઈને જમીન પર પડી ગયો હતો.
જે બાદ તેને સારવાર માટે હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. પોલીસને જ્યારે આ ઘટનાની જાણકારી મળી ત્યારે આરોપી માતાની ધરપકડ કરવામાં આવી હતી. મહિલા પર તેના પુત્રની હત્યાના આરોપ લગવવામાં આવ્યો છે, જ્યારે તેનો પ્રેમી ફરાર થઈ ગયો હતો. પોલીસે તેને ઝડપવાના ચક્રો ગતિમાન કર્યા છે.