Akola માં પણ બદલાપુરમાં જેવી ઘટના, શિક્ષક પર છ વિદ્યાર્થિનીઓ સાથે છેડતીનો આરોપ…

અકોલા : મહારાષ્ટ્રના થાણેના બદલાપુરમાં બે વિદ્યાર્થિની પર યૌન શોષણની ઘટના બાદ હવે અકોલામાં(Akola) પણ આવી જ ઘટના પ્રકાશમાં આવી છે. જેમાં શાળાના શિક્ષક દ્વારા છ વિદ્યાર્થીની સાથે છેડતીનો કિસ્સો સામે આવ્યો છે. શાળાની વિદ્યાર્થીનીઓએ શિક્ષક કર ગંભીર આરોપ લગાવ્યો છે. શાળાના શિક્ષકની ઘરપકડ કરવામાં આવી છે.
પોર્ન ફિલ્મો બતાવી અને છેડતી કરવાનો આરોપ
આ સમગ્ર કેસની વિગત મુજબ અકોલાના કાઝીખેડ સ્થિત જિલ્લા પરિષદ શાળામા ભણાવતા આરોપી શિક્ષકનું નામ પ્રમોદ મનોહર સરદાર છે. આ આરોપી શિક્ષક પર 8માં ધોરણની વિદ્યાર્થીનીઓને બળજબરીથી પોર્ન ફિલ્મો બતાવવાનો અને પછી વિદ્યાર્થીનીઓની છેડતી કરવાનો આરોપ છે. પોલીસે શિક્ષક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. પોલીસના જણાવ્યા અનુસાર આરોપી શિક્ષક વિરુદ્ધ પોસ્કો એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પીડિત યુવતીઓના નિવેદન 20 ઓગસ્ટે લેવામાં આવ્યા હતા.
મહિલા નિરીક્ષક આ કેસની તપાસ કરી રહી છે
આ અંગે અકોલાના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ બચ્ચન સિંહે જણાવ્યું હતું કે, 20 ઓગસ્ટે અમને બાળ કલ્યાણ સમિતિના સભ્ય મનોજ જયસ્વાલની ફરિયાદ મળી હતી. જેમાં કાઝીખેડની જિલ્લા પરિષદ શાળાના શિક્ષક પ્રમોદ સરદારે 6 વિદ્યાર્થીની છેડતી કરી હોવાની માહિતી આપવામાં આવી હતી. આ માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. આ પીડિતાઓની ફરિયાદ પરથી આરોપી શિક્ષક વિરુદ્ધ કલમ 292/24, BNS અને POCSO ની કલમ 74,75 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ અંગે વધુ તપાસ મહિલા નિરીક્ષક કરી રહ્યા છે.