આરએસએસની પ્રાર્થનામાં ભારત માતા પ્રત્યે નિષ્ઠા – સમર્પણની ભાવના: ભાગવત

નાગપુર: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના પ્રમુખ મોહન ભાગવતે શનિવારે કહ્યું હતું કે આરએસએસની પ્રાર્થના દેશ અને ભગવાન પ્રત્યે સ્વયંસેવકોનો સામૂહિક સંકલ્પ છે.
ભાગવતે ગાયક શંકર મહાદેવન દ્વારા પઠન કરવામાં આવેલી સંઘની પ્રાર્થનાનો ઓડિયો બહાર પાડ્યો હતો અને હરીશ ભીમાણી અને અભિનેતા સચિન ખેડેકર દ્વારા અનુક્રમે હિન્દી અને મરાઠીમાં સમજાવવામાં આવ્યો હતો.
આ પણ વાંચો: આરએસએસ વડા મોહન ભાગવતનું મોટું નિવેદન, કહ્યું બ્રિટન વિભાજન તરફ અગ્રેસર…
નાગપુરમાં યોજાયેલા કાર્યક્રમમાં ભાગવતે જણાવ્યું હતું કે ‘આ પ્રાર્થના ભારત માતા પ્રત્યેની ભક્તિ, પ્રેમ અને સમર્પણની અભિવ્યક્તિ છે. પ્રાર્થનામાં આપણે દેશ માટે શું કરી શકીએ છીએ અને દેશ પ્રત્યે સમપર્ણની ભાવના સાકાર કરવામાં પ્રભુને મદદરૂપ થવા વિનંતી કરવામાં આવે છે.’
વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઓડિયો સ્વરૂપે રિલીઝ થવાથી પ્રાર્થના વધુમાં વધુ લોકો સુધી પહોંચશે. પ્રાર્થના સ્વયંસેવકોને માતૃભૂમિ પ્રત્યે ભક્તિ, પ્રેમ અને સમર્પણના સામૂહિક સંકલ્પમાં મદદ કરે છે. (પીટીઆઈ)