Swachh Bharat Mission Gets Personal WATCH: નાશિકમાં વડા પ્રધાન મોદીના હાથમાં આ શું જોવા મળ્યું? વીડિયો થયો વાઈરલ… | મુંબઈ સમાચાર

WATCH: નાશિકમાં વડા પ્રધાન મોદીના હાથમાં આ શું જોવા મળ્યું? વીડિયો થયો વાઈરલ…

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રમાં નાશિકના કાળારામ મંદિર પહોંચ્યા હતા. અહીં પૂજા-અર્ચના કર્યા બાદ પીએમ મોદીએ મંદિરની સાફ-સફાઈ પણ કરી હતી. હાથમાં બાલદી અને મોબ લઈને સાફ-સફાઈ કરી રહેલાં પીએમ મોદીનો વીડિયો સોશિયવ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 22મી જાન્યુઆની અયોધ્યા રામ મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં 11 દિવસનું વિશેષ અનુષ્ઠાનનો આરંભ કર્યો છે, જેમાં પીએમ મોદી આજે નાશિકમાં ગોદાવરી નદીના કિનારે આવેલા કાલારામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી અને ત્યાર બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સાફ-સફાઈનું મહત્ત્વ જણાવીને મંદિર પરિસરમાં બાલદી અને પોતું લઈને સાફ-સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ સિવાય તેમણે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સુધી આ જ રીતે મંદિરોની સાફ-સફાઈ કરવાની અપીલ પણ કરી હતી.

પીએમ મોદીનો આ મંદિરમાં સાફ-સફાઈ કરતો વીડિયો સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેમની આ સાદગી અને સરળતાના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં આ વીડિયો હજારો લોકો જોઈ ચૂક્યા છે અને તેના પર લાઈક્સ અને કમેન્ટનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.

વાત કરીએ નાશિકના પંચવટીના મહત્વની તો રામાયણ સાથે સંકળાયેલા સ્થળોમાં પંચવટીનું ખાસ મહત્ત્વ છે અને તેને મહત્વપૂર્ણ માનવામાં આવે છે, કારણ કે રામાયણની મહત્ત્વપૂર્ણ ઘટનાઓ અહીં ઘટી હતી. પંચવટી શબ્દનો અર્થ 5 વડના ઝાડની ભૂમિ..

સંબંધિત લેખો

Back to top button