વડા પ્રધાન મોદીએ સોલાપુરમાં લોકો આપી પાકા મકાનોની ચાવી અને કહ્યું કે 22 જાન્યુઆરીએ….
મુંબઈ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં AMRUT 2.0 યોજનાની શરૂઆત કરી હતી. તેમજ પીએમ મોદીએ 8 અમૃત યોજનાઓનો પણ શિલાન્યાસ કર્યો હતો. આ દરમિયાન તેમણે 15 હજાર મજૂરોને ઘરની ચાવીઓ આપી અને તેમને પોતાના ઘરના માલિક બનાવ્યા હતા.
પીએમ મોદીએ સોલાપુરના લોકોને સંબોધન કરતા કહ્યું કે મને ખૂબ જ ખુશી છે કે મહારાષ્ટ્રના એક લાખથી વધુ ગરીબ પરિવારો 22 જાન્યુઆરીએ પોતાના ઘરોમાં રામનો દીવો પ્રગટાવશે તેમ જ તેમણે દરેકને પોતાના મોબાઈલમાં રામના નામથી ફ્લેશ ચાલુ કરવાનું કહ્યું હતું.
સોલાપુરના લોકોને સંબોધતા પીએમ મોદીએ કહ્યું હતું કે કે ભગવાન રામે મને હંમેશા મારા શબ્દની ગરિમા સાચવવાનું શીખવ્યું છે. ભગવાને શીખવ્યું છે કે કોઈપણ શબ્દ એ રીતે ના બોલવો કે જેથી કોઈને દુખ પહોંચે. મે સોલાપુરના ગરીબો માટે લીધેલો સંકલ્પ પૂરો કરી રહ્યો છે.
આજે હું એ તમામ ગરીબોને એવા ઘર સોંપવાનો છું કે એના માટે હું એમ કહી શકું કે જો બાળપણમાં મને પણ આવા કોઈ ઘરમાં રહેવા મળ્યું હોત અને આ શબ્દો બોલતા બોલતા પીએમ મોદી ભાવુક પણ થઈ ગયા હતા.
https://twitter.com/i/status/1748228934884606142
પીએમ મોદીએ પોતાના સંબોધનમાં એ બાબતનો ખાસ ઉલ્લેખ કર્યો કે જ્યારે હું શિલાન્યાસ કરવા આવ્યો ત્યારે મે અહીની તમામ જનતાને બાંયધરી આપી હતી કે તેઓ જાતે જ લોકોને તેમના ઘરની ચાવી આપવા આવશે. મોદીના શબ્દોનો અર્થ છે કે જે વાયદો કર્યો છે તે પૂરું થવાની ગેરંટી. તેમણે એમ પણ કહ્યું હતું કે હું જાણું છું કે જે પરિવારોને મકાન મળ્યા છે તેમને કેટલા પ્રશ્ર્નો અને તકલીફો બાદ ઘર મળ્યા છે.
આ તમામ લોકોએ અને તેમની પેઢીઓએ આ ઘર માટે ઘણું સહન કર્યું છે. તેમણે વિશ્વાસ સાથે કહ્યું હતું કે હવે ગરીબોના બાળકોને ઘર વગર નહી રહેવું પડે. તેમજ તમે બધા તમારા ઘરોમાં પ્રભુ રામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ વખતે 22 જાન્યુઆરીના રોજ જે દીવો પ્રગટાવશો તે તમારા જીવનમાંથી તમામ પ્રકારના અંધકારને દૂર કરી દેશે.
પીએમ મોદીએ કહ્યું હતું કે રામ મંદિરના અભિષેક પહેલા તેઓ કેટલાક સંતોના માર્ગદર્શનમાં તેમના નિયમોમાં વ્યસ્ત છે અને તેનું કડક પાલન પણ કરે છે. અને તેમના આ નિતી નિયમોની શરૂઆત પણ મહારાષ્ટ્રના નાશિકના પંચવટીથી થઈ હતી. આજે સમગ્ર ભારત રામમય બની ગયું છે ત્યારે મહારાષ્ટ્રના એક લાખથી વધુ પરિવારોને તેમના ઘર મળ્યા હતા. અને આ તમામ લોકોએ કહ્યું હતું કે 22 જાન્યુઆરીના રોજ પોતાના ઘરોમાં પ્રભુ રામના નામનો દીવો જરૂરથી કરશે.