Assembly Election: પ્રચાર વખતે ઉમેદવારને આવ્યો હાર્ટ એટેક અને…

માલેગાંવઃ મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી (Assembly Election) માટે ઉમેદવારો દ્વારા જોરદાર પ્રચાર અભિયાન ચાલુ છે. માલેગાંવ સેન્ટ્રલના વર્તમાન વિધાનસભ્ય અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના ઉમેદવાર મુફ્તી ઈસ્માઈલને વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન હૃદયરોગનો હુમલો આવતાં સારવાર માટે મુંબઈ લઈ જવામાં આવ્યા હતા.
બે વખત ચૂંટાયેલા વિધાનસભ્યને છાતીમાં દુખાવાની ફરિયાદ કરી હતી અને શરૂઆતમાં માલેગાંવની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયત બગડતાં અને તેમને બીજો હાર્ટ એટેક આવ્યો હતો, ત્યાર બાદ તેમને આજે મુંબઈની હોસ્પિટલમાં દાખલ કરવાનું નક્કી કર્યું.
આ પણ વાંચો :Jharkhand વિધાનસભા ચૂંટણી પૂર્વે ઇડી એક્શનમાં, આ કેસમાં 17 સ્થળોએ દરોડા
જોકે, આજે વહેલી સવારે વધુ સારવાર અર્થે મુંબઈ લાવવામાં આવ્યા હતા. મુફ્તીની માંદગીને કારણે પ્રદેશના મોટા ભાગના ઉમેદવારોએ ગઈકાલે જ તેમના ચૂંટણી પ્રચારની કામગીરી અટકાવી દીધી હતી.
મુફ્તીને કોંગ્રેસના ભૂતપૂર્વ વિધાનસભ્ય આસિફ શેખ જેમણે પોતાનો પક્ષ શરૂ કર્યો છે. સમાજવાદી પાર્ટી (સપા)ની શાન-એ-હિંદ અને કોંગ્રેસના ઉમેદવાર એજાઝ બેગ સામે સખત હરીફાઈનો સામનો કરવો પડી રહ્યો છે. મહારાષ્ટ્રની તમામ ૨૮૮ વિધાનસભા બેઠક પર ૨૦ નવેમ્બરે મતદાન થશે અને ૨૩ નવેમ્બરે મત ગણતરી થશે.