મિશન મુંબઈ: ભાજપની અધ્યક્ષ પદ માટે બેઠક, બે વિધાનસભ્યોનો દાવો
મુંબઈ સ્થિત કાર્યાલયમાં યોજાયેલી આ બેઠકમાં ભાજપના કેન્દ્રીય સહ-સંગઠન મંત્રી શિવ પ્રકાશ, કાર્યકારી પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ અને મુંબઈ પ્રમુખ આશિષ શેલાર હાજર હતા

મુંબઈ: મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની આવી રહેલી ચૂંટણીને ધ્યાનમાં રાખીને ભાજપે નવી રણનીતિ બનાવવાનું શરૂ કરી દીધું છે. આ અનુસંધાનમાં ભાજપે મુંબઈમાં તખ્તાપલટ કરવાની તૈયારી કરી રહ્યું છે અને મુંબઈના પ્રમુખપદ માટે એક નવા ચહેરાને તક આપવામાં આવશે. હાલમાં, રાજ્યના સાંસ્કૃતિક પ્રધાન આશિષ શેલાર મુંબઈ પ્રમુખ છે.
જોકે, મિશન મ્યુનિસિપલ કોર્પોરેશનને ધ્યાનમાં રાખીને ભાજપે મુંબઈનું નેતૃત્વ નવા ચહેરાને સોંપવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેમાં વિધાનસભ્યો પ્રવિણ દરેકર અને અમિત સાટમના નામ રેસમાં છે.
સોમવારે મુંબઈમાં ભાજપના તમામ વિધાનસભ્યો અને વરિષ્ઠ પદાધિકારીઓની બેઠક થઈ હતી અને આ બેઠકમાં ભાજપના તમામ જિલ્લા પ્રમુખો હાજર હતા. પ્રવિણ દરેકરના નામને મંજૂરી મળવાની શક્યતા વધુ છે.
આપણ વાંચો: પાલિકાની ચૂંટણી પૂર્વે ઉદ્ધવ ઠાકરે જૂથને ઝટકોઃ વધુ એક નેતાએ પાર્ટીનો સાથ છોડ્યો
મુંબઈ સ્થિત કાર્યાલયમાં યોજાઈ રહેલી આ બેઠકમાં ભાજપના કેન્દ્રીય સહ-સંગઠન મંત્રી શિવ પ્રકાશ, કાર્યકારી પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ અને મુંબઈ પ્રમુખ આશિષ શેલાર હાજર હતા. ભાજપ મુંબઈ સંગઠનમાં મોટા ફેરફારો થશે અને આ બેઠકમાં તેની ચર્ચા અને નિર્ણય લેવામાં આવશે. મુંબઈ પ્રમુખ પદ માટે પ્રવીણ દરેકર અને અમિત સાટમના નામની ચર્ચા થઈ રહી છે.
મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીની પૃષ્ઠભૂમિમાં આ બેઠક અને ચૂંટણીનું ખાસ મહત્વ રહેશે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પછી ભાજપે સંગઠન પર્વ અભિયાનનો અમલ કરીને 1.5 કરોડ સભ્યો નોંધાવ્યા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલા આ ઝુંબેશ એક મહત્વપૂર્ણ પગલું હશે. સંગઠનાત્મક સ્તરે ભાજપ હાલમાં મંડળ પ્રમુખ અને તાલુકા પ્રમુખની ચૂંટણી કરી રહી છે. તેથી, ભાજપ આગામી મ્યુનિસિપલ અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને સંગઠનાત્મક નિર્માણનું કામ કરી રહ્યું છે.
આપણ વાંચો: બિહારની ચૂંટણી પહેલા તહવ્વુરને ફાંસી?: સંજય રાઉતે મોદી સરકારને પૂછ્યા સવાલો
વધુમાં, ભાજપનું મિશન મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન જીતવાનું છે, જેના માટે ભાજપ મુંબઈમાં ખાસ ધ્યાન આપી રહ્યું છે.
દરમિયાન, પ્રવીણ દરેકર વિધાન પરિષદમાં વિરોધ પક્ષના નેતા પણ હતા.
દરેકર ભાજપના રાજ્ય સચિવ અને ભાજપના સહકાર વિભાગના વડા પણ છે. તેઓ પહેલી વાર 2009માં મુંબઈના માગાઠાણે મતવિસ્તારમાંથી મનસેની ટિકિટ પર વિધાનસભ્ય તરીકે ચૂંટાયા હતા.
જોકે, 2015માં તેઓ મનસે છોડીને ભાજપમાં જોડાયા હતા. અમિત સાટમ પણ ભાજપના વિધાનસભ્ય છે અને તેમણે અંધેરી પશ્ર્ચિમ મતવિસ્તારમાંથી ચૂંટણી લડી હતી. સાટમે કોંગ્રેસના અશોક ભાઉને 19,599 મતોથી હરાવ્યા હતા. તેઓ છેલ્લા 10 વર્ષથી આ મતવિસ્તારના વિધાનસભ્ય છે.