મહારાષ્ટ્રમાં આ 20 ઠેકાણે EVM Machine ખોટકાયા, મતદારોમાં જોવા મળી નારાજગી…

Loksabha Election 2024 માટે આજે દેશભરમાં ચોથા તબક્કાનું મતદાન આજે થઈ રહ્યું છે. સવારે સાત વાગ્યાથી જ મતદાનની શરૂઆત થઈ ગઈ હોય ત્યારે છત્રપતિ સંભાજીનગરથી માહિતી મળી રહી છે. છત્રપતિ સંભાજીનગર ખાતે મતદાન શરૂ થતાં જ EVM Machine બંધ પડી જતાં મતદાન કેન્દ્ર પર અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો હતો. આશરે 20થી વધુ ઠેકાણે EVM Machine બંધ પડી જતાં મતદારો નારાજ થયા હતા.
મતદાનનો હક બજાવવા માટે સવારે મતદાન કેન્દ્ર પર પહોંચેલા મતદાતાઓએ EVM મશીન બંધ પડી જતાં નાગરિકોને પારાવાર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો અને મતદારોએ નારાજગી વ્યક્ત કરી હતી. થોડાક સમય બાદ આ બંધ પડેલાં ઠેકાણે નવા EVM મશીન લગાવીને મતદાનની પ્રક્રિયા ફરી શરૂ કરવામાં આવી હતી.
આ ઉપરાંત બીડના પરળી વિસ્તારના મતદાન કેન્દ્ર પર પણ EVM Machine બગડ્યા હોવાની માહિતી સામે આવી રહી છે. સવારે પહેલાં મતદાન માટે આવેલા મતદારોએ આશરે પોણો કલાક સુધી રાહ જોતા ઊભા રહેવું પડ્યું હતું, જેને કારણે મતદાન કેન્દ્રની બહાર લાંબી લાંબી લાઈનો જોવા મળી હતી.
છત્રપતિ સંભાજીનગરમાં ઠેકઠેકાણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને આ મતદાર સંઘમાં સોમવારે કુલ 2040 કેન્દ્ર પર મતદાનની પ્રક્રિયા પાર પડી રહી છે. જ્યારે બીડ લોકસભા ચૂંટણીના મેદાનમાં 41 ઉમેદવારો છે. મતદાનના દિવસે કાયદો વ્યવસ્થા જળવાઈ રહે એ માટે છત્રપતિ સંભાજીનગર ખાતે કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.