ઇન્સ્ટાગ્રામ પૉસ્ટને લઇ થયેલા વિવાદમાં સગીરની હત્યા: એકની ધરપકડ

વર્ધા: વર્ધા જિલ્લામાં ઇન્સ્ટાગ્રામ પૉસ્ટને લઇ થયેલા વિવાદમાં 17 વર્ષના સગીરની હત્યા કરવા બદલ 21 વર્ષના યુવકની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર હિંગણઘાટ વિસ્તારના પિંપલગાવ ગામમાં શનિવારે આ ઘટના બની હતી.
મહિના અગાઉ સગીર હિમાંશુ ચિમણે અને આરોપી માનવ જુમનાકે (21)એ ઇન્સ્ટાગ્રામ પર વાર્તા પોસ્ટ કરી હતી અને સોશિયલ મીડિયા યુઝર્સ પાસેથી મત માગવામાં આવ્યા હતા, એમ હિંગણઘાટ પોલીસ સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું.
સગીરને આરોપી માનવ કરતાં વધુ મત મળ્યા હતા, જેને કારણે બંને વચ્ચે વિવાદ થયો હતો. આ મુદ્દે વાતચીત કરવા માટે સગીર અને આરોપી શનિવારે મળ્યા હતા.
એ સમયે તેમની વચ્ચે બોલાચાલી થઇ હતી, જે ઉગ્ર બનતાં આરોપીએ તેના મિત્ર સાથે મળીને સગીર પર છરીથી હુમલો કર્યો હતો, જેમાં તેનું મૃત્યુ થયું હતું.
આ પણ વાંચો : મહાકુંભના સુંદર સાધ્વી બન્યા ચર્ચાનું કેન્દ્ર; ઇન્સ્ટાગ્રામ પર 7.5 લાખ ફોલોવર્સ
સગીરના મૃતદેહને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા બાદ પોલીસે આ પ્રકરણે હત્યાનો ગુનો દાખલ કરીને આરોપીની ધરપકડ કરી હતી. (પીટીઆઇ)