મહારાષ્ટ્ર
ભિવંડીમાં કોચિંગ ક્લાસિસમાં ભીષણ આગ: કોઈ જાનહાનિ નહીં

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભિવંડીમાં તીન બત્તી એરિયામાં આવેલા ગુરુદેવે શોપિંગ પ્લાઝામાં બીજા અને ત્રીજા માળા પર આવેલા ખાનગી કલાસિસમાં મંગળવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.
ભિગુરુદેવ શોપિંગ પ્લાઝામાં બીજા અને ત્રીજા માળા પર ખાનગી વિનટોપર ક્લાસિસ આવેલા છે, તેમાં મંગળવારે સાંજે ૪.૩૦ વાગે અચાનક આગ ફાટી નીકળી હતી.
આપણ વાંચો:
ફાયરબ્રિગેડ ઘટના સ્થળે પહોંચીને લગભગ બે કલાકની જહેમત બાદ ૬.૩૦ વાગે આગને નિયંત્રણમાં લાવી હતી.. આગમાં કલાસમાં રહેલા સિંલિંગ અને બેન્ચ બળીને ખાખ થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું જણાયું હતું.