મહારાષ્ટ્રનું મરાઠવાડા સપ્ટેમ્બરમાં 'જળબંબાકાર', 126 ટકાથી વધુ વરસાદ...
મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રનું મરાઠવાડા સપ્ટેમ્બરમાં ‘જળબંબાકાર’, 126 ટકાથી વધુ વરસાદ…

મધ્ય મહારાષ્ટ્રના આઠ જિલ્લામાં સરેરાશ કરતાં બમણો વરસાદ

મુંબઈ/છત્રપતિ સંભાજીનગર: મહારાષ્ટ્રમાં આ વર્ષે સમગ્ર મહારાષ્ટ્રમાં સરેરાશ સૌથી વધુ વરસાદ પડ્યો છે, જ્યારે તેનાથી સામાન્ય જનતાની સાથે ખેડૂતો પર વધુ અસર થઈ છે. વીતેલા સપ્ટેમ્બર મહિનામાં એકલા મધ્ય મહારાષ્ટ્રમાં 125 ટકાથી વધુ વરસાદ પડ્યો છે, ત્યાર પછી હજુ પણ વરસાદ પડવાની ભીતિ પ્રવર્તે છે. મધ્ય મહારાષ્ટ્રના મરાઠવાડામાં આ વર્ષે સપ્ટેમ્બરની સરેરાશ કરતાં ૧૨૬ ટકા વધુ વરસાદ નોંધાયો છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

સપ્ટેમ્બર મહિનામાં આ પ્રદેશના (જેમાં છત્રપતિ સંભાજીનગર, ધારાશિવ, લાતુર, નાંદેડ, જાલના, હિંગોલી, પરભણી અને બીડ જિલ્લાઓનો સમાવેશ થાય છે) અનેક ભાગોમાં મુશળધાર વરસાદને કારણે ભારે તારાજી સર્જાઈ હતી, જેના પરિણામે ડેમોમાંથી પાણી છોડવામાં આવ્યું અને પૂરની સ્થિતિ સર્જાઈ હતી.

મરાઠવાડામાં સપ્ટેમ્બર મહિનાનો સરેરાશ અપેક્ષિત વરસાદ ૧૬૦.૫ મીમી છે. આ વર્ષે આ આંકડો ૩૬૨.૯ મીમી રહ્યો, જે ૧૨૬.૧ ટકાનો વધારો છે. ૨૯ સપ્ટેમ્બરના રોજ આ પ્રદેશની ૧૧ મુખ્ય સિંચાઈ પરિયોજનાઓમાં સરેરાશ પાણીનો સંગ્રહ ૯૫.૪૭ ટકા પર પહોંચી ગયો હતો, એમ અધિકારીએ જણાવ્યું હતું.

“આખા પ્રદેશમાં નિમ્ના દુધના જળાશયમાં સૌથી ઓછો ૭૨.૭૮ સંગ્રહ છે. જાયકવાડી ડેમ સહિત આઠ પ્રોજેક્ટમાં સરેરાશ ૯૦ ટકા પાણીનો જથ્થો છે. ગયા મહિને ભારે વરસાદને કારણે હજારો એકર જમીન પરના પાકને નુકસાન થયું હતું, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો…મરાઠવાડામાં ૧૦૪નાં મોત, ૨,૮૩૮ પ્રાણીનાં મરણ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button