ફડણવીસ બ્રાહ્મણ છે એટલે એમની ટીકા થાય છે?' બાવનકુળેના સવાલથી રાજકારણ ગરમાયું | મુંબઈ સમાચાર
મહારાષ્ટ્ર

ફડણવીસ બ્રાહ્મણ છે એટલે એમની ટીકા થાય છે?’ બાવનકુળેના સવાલથી રાજકારણ ગરમાયું

નાગપુર: મરાઠા અનામત માટે આંદોલનકારી મનોજ જરાંગેએ આક્રમક વલણ અપનાવ્યું છે. તેમણે ટીકા કરી છે કે ‘દેવેન્દ્ર ફડણવીસે અમારી પીડા સમજવાની જરૂર છે. અમને આશા છે કે દેવેન્દ્ર ફડણવીસ કોઈ પણ પ્રદર્શનકારીઓને મુંબઈના આઝાદ મેદાનમાં જતા અટકાવશે નહીં અને ગરીબોની પીડાનો આદર રાખશે. વિરોધ પ્રદર્શન માટે ફક્ત એક દિવસની મંજૂરી આપવી એ મરાઠાઓની હાંસી ઉડાવવા જેવું છે.’

આંદોલનના દિવસથી જ જરાંગે પાટીલ ફડણવીસની ટીકા કરી રહ્યા છે. ભાજપના નેતા અને ગૃહ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ફડણવીસનું સમર્થન કરી જરાંગેની ઝાટકણી કાઢી હતી. પ્રધાને જણાવ્યું હતું કે મરાઠા સમુદાયના અનેક નેતાઓ મહારાષ્ટ્રમાં જોવા મળ્યા છે. અનેક મુખ્ય પ્રધાનો પણ હતા.

આપણ વાંચો: જરાંગે ફરી જાગ્યાઃ મરાઠા અનામત માટે ફરી અનશન પર ઊતરવાની આપી ચીમકી

જો કે મરાઠા સમાજને કોઈ અનામત નથી આપી શક્યું. સીએમ દેવેન્દ્ર ફડણવીસે મરાઠા સમાજને પહેલીવાર અનામત આપવાનું કામ કર્યું છે. ત્યારબાદ એકનાથ શિંદેએ પણ અનામત આપ્યું હતું. આજે પણ ફડણવીસ સરકાર મરાઠા સમાજને અનામત આપવા બાબતે સકારાત્મક છે.

જોકે, જરાંગે પાટીલ વારંવાર ફડણવીસની ટીકા કરી રહ્યા છે. શું દેવેન્દ્ર ફડણવીસની ટીકા માત્ર એટલા માટે કરવામાં આવી રહી છે કે તેઓ બ્રાહ્મણ સમુદાયના છે? જો તેઓ મરાઠા હોત તો તમે તેમની ટીકા કેવી રીતે કરી હોત? એવો સવાલ પણ બાવનકુળેએ કર્યો હતો.

આપણ વાંચો: મરાઠા અનામત મુદ્દે સંગઠનના સભ્યોએ વલણ સ્પષ્ટ કરવાનો કર્યો અનુરોધ

બાવનકુળેએ એમ પણ જણાવ્યું કે ‘હાલ મહારાષ્ટ્રમાં ગણેશોત્સવ ચાલી રહ્યો છે. દરેકના ઘરમાં ગણપતિની સ્થાપના કરવામાં આવી છે. આ સમયગાળા દરમિયાન ઝરંગે મોરચો કાઢે તે યોગ્ય નથી. સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ કરવા અને તેના માટે મોરચાનો કોઈ વિરોધ નથી કરતું. મોરચાનો સમય બદલી શકાયો હોત.

ભાજપ સરકારે મરાઠા સમાજને અનામત આપવાના અનેક પ્રયાસો કર્યા છે. અમે તેમના અનામતને સંપૂર્ણ ટેકો આપીએ છીએ. જો કે ભાજપનું વલણ એવું છે કે મરાઠા સમાજને અનામત આપતી વખતે ઓબીસી કે અન્ય સમાજ માટે અનામત સાથે બાંધછોડ ન કરવી જોઇએ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button