ભાજપમાં ઘણા લોકો સેના (યુબીટી) સાથે ગઠબંધન ઈચ્છે છે: સંજય રાઉતે કર્યો મોટો દાવો

મુંબઈ: સત્તાધારી ભાજપના ઘણા નેતાઓ ઉદ્ધવ ઠાકરેની આગેવાની હેઠળની પાર્ટી સાથે જોડાણ કરવા ઈચ્છે છે, એવો દાવો શિવસેના (યુબીટી) નેતા સંજય રાઉતે કર્યો હતો. “જોકે સેના (યુબીટી)માં આવી કોઈ ચર્ચા થઈ નથી, તેમ છતાં પક્ષના કેટલાક સભ્યો પણ સમાન લાગણીઓ શેર કરી શકે છે”, એમ તેમણે જણાવ્યું હતું.
ધારાસભ્ય પરાગ અલવાણીની પુત્રીના લગ્નના રિસેપ્શનમાં ઠાકરેના સહાયક અને વિધાન પરિષદના સભ્ય મિલિંદ નાર્વેકર અને ભાજપના પ્રધાન ચંદ્રકાંત પાટીલની ચર્ચા બાદ રાઉતની આ ટિપ્પણી આવી હતી.
આપણ વાંચો: તો શિંદે વિના જ શપથવિધિ પાર પાડવાની ભાજપની યોજના હતી: આવો દાવો ઉદ્ધવ-સેનાના સંજય રાઉતે કર્યો છે
“પાટીલ ભાજપની જૂની પેઢીના છે જે શિવસેના-ભાજપ સંબંધોના મહત્વને સમજે છે. તેમણે ૨૫ વર્ષ સુધી સારી રીતે કામ કર્યું. ૨૦૧૯ની મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી પછી મુખ્ય પ્રધાન પદને લઈને પક્ષો અલગ પડી ગયા.
ત્યાર બાદ સેના પ્રમુખ ઠાકરેએ મહા વિકાસ અઘાડી ના બેનર હેઠળ મુખ્યપ્રધાન બનવા માટે કોંગ્રેસ અને એનસીપી સાથે હાથ મિલાવ્યા. શિંદેએ શિવસેનામાં બળવો કર્યો અને પાર્ટીમાં ભાગલા પાડ્યા પછી એમવીએ સરકાર ૨૦૨૨માં પડી હતી.
એવું પૂછવામાં આવ્યું કે શું શિવસેના (યુબીટી)ના નેતાઓ પણ ભાજપ સાથે ભાગીદારીની સમાન લાગણી ધરાવે છે, ત્યારે રાઉતે કહ્યું, “હોઈ શકે છે. અમે ભાજપના કેટલાક નેતાઓને કારણે એમવીએ સાથે ગયા હતા. જો કે, હજુ સુધી સેના (યુબીટી)માં આવી કોઈ વાતચીત થઈ નથી.”
(પીટીઆઈ)