થાણેમાં નાળામાંથી શખસનો મૃતદેહ મળ્યો
થાણે: થાણેના વાગળે એસ્ટેટ વિસ્તારમાં નાળામાંથી 45 વર્ષના શખસનો મૃતદેહ મળી આવતાં પોલીસ તપાસમાં લાગી હતી. પોલીસના જણાવ્યા મુજબ વાગળે એસ્ટેટના રઘુનાથ નગર ખાતે આવેલા નાળામાં મૃતદેહ નજરે પડ્યો હોવાની માહિતી બુધવારની સવારે સવાનવ વાગ્યાની આસપાસ મળી હતી.
માહિતી મળતાં જ પોલીસ, ઈમર્જન્સી રિસ્પોન્સ ટીમ, ફાયર બ્રિગેડના જવાનો અને રિજનલ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
આપણ વાંચો: કલ્યાણમાં ગુમ 12 વર્ષની બાળકીનો મૃતદેહ કબ્રસ્તાન નજીક મળ્યો…
લગભગ કલાકની જહેમત પછી મૃતદેહને નાળામાંથી બહાર કાઢી શકાયો હતો. મૃતકની ઓળખ સુનલી જગદીશ ઠાકુર તરીકે થઈ હતી. ઠાકુરના મૃત્યુનું કારણ તાત્કાલિક જાણી શકાયું નહોતું, એમ ડિઝાસ્ટર મૅનેજમેન્ટ સેલના ચીફ યાસીન તડવીએ જણાવ્યું હતું.
પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હૉસ્પિટલમાં મોકલી આપ્યો હતો. આ પ્રકરણે એડીઆર નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. (પીટીઆઈ)