ધનંજય મુંડેએ મારી હત્યાનું ષડયંત્ર ઘડ્યું હતું: જરાંગે

એનસીપીના વિધાનસભ્યએ આરોપ નકારી સીબીઆઈ તપાસની માંગણી કરી
છત્રપતિ સંભાજી નગર: મરાઠા અનામત લડતના આંદોલનકારી મનોજ જરાંગેએ આરોપ કર્યો હતો કે મહારાષ્ટ્રના ભૂતપૂર્વ પ્રધાન અને એનસીપીના વિધાન સભ્ય ધનંજય મુંડેએ તેમની હત્યાનું ષડયંત્ર રચ્યું હતું. જોકે, મુંડેએ આરોપ નકારી આ સંદર્ભમાં દાખલ કરવામાં આવેલી ફરિયાદની સીબીઆઈ તપાસની માંગણી કરી હતી.
જાલના પોલીસના જણાવ્યા અનુસાર આ અઠવાડિયાની શરૂઆતમાં જરાંગેના સાથી ગંગાધર કલકુટેએ આંદોલનકારીની હત્યાનું કાવતરું ઘડવાના આરોપીની ઔપચારિક ફરિયાદની તપાસ બાદ બે લોકોની અટકાયત કરવામાં આવી છે.
આ પણ વાંચો : જરાંગેનો વિરોધ? સવાલ જ નથી પંકજા મુંડેએ મરાઠા – ઓબીસી એકતાનું વાજું વગાડ્યું…
સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં મરાઠા અનામતની માંગના આંદોલનકારીએ ધનંજય મુંડેએ મારી હત્યાનું ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ મૂકી જણાવ્યું હતું કે કંચન નામનો એક વ્યક્તિ જે મુંડેના પીએ છે અથવા તેને ઓળખે છે, તે અટકાયતમાં લેવામાં આવેલી એક શંકાસ્પદ વ્યક્તિને પરલી ગેસ્ટ હાઉસ લઈ ગયો હતો. એ ગેસ્ટ હાઉસમાં મુંડેએ એક બેઠક બોલાવી હતી અને પેલી વ્યક્તિએ તેમની સાથે વાતચીત કરી હતી.
નકલી વીડિયો અને રેકોર્ડિંગ્સ બનાવીને તેમને બદનામ કરવા અથવા કેટલીક દવાઓનો ઉપયોગ કરીને તેને મારી નાખવા માટે ચર્ચા કરવામાં આવી હોવાનો દાવો કરી જરાંગેએ એમ પણ કહ્યું હતું કે તેમને ખતમ કરવા માટે અઢી કરોડ રૂપિયાનો સોદો થયો હતો.
આ પણ વાંચો : ધનંજય મુંડેએ સરકારી બંગલો ખાલી કરવો જોઈએ: સામાજિક કાર્યકર્તા દમણિયા
આ ષડયંત્રમાં 18 લોકોની સંડોવણી હોવાનો દાવો કરી તેમણે આરોપ મૂક્યો હતો કે શંકાસ્પદ લોકો મુંડેને મુંબઈમાં પણ મળ્યા હતા અને એક્સિડેન્ટ કરવા માટે વાહન માંગ્યું હતું એવો દાવો પણ તેમણે કર્યો હતો.
દરમિયાન મુંડેએ જરાંગેના આક્ષેપોને પાયાવિહોણા, દ્વેષપૂર્ણ અને રાજકીય રીતે પ્રેરિત ગણાવી દાવો કર્યો હતો કે તેમણે ક્યારેય જરાંગે વિરુદ્ધ વાત નથી કરી. આ કેસમાં અટકાયતમાં લેવામાં આવેલા લોકો જરાંગે સાથે સંબંધ ધરાવતી હોવાનો આરોપ તેમણે કર્યો હતો. (પીટીઆઈ)



