મહારાષ્ટ્ર

માલેગાંવમાં ‘હંગામો’: બળાત્કારના આરોપીને ફાંસીની સજા આપવા મુદ્દે લોકો બન્યા આક્રમક, પોલીસે કર્યો લાઠીચાર્જ…

મુંબઈઃ માલેગાંવના ડોંગરાલે ગામમાં ત્રણ વર્ષની બાળકી પર બળાત્કાર કરવાની સાથે હત્યા કરવાનો ઘાતકી બનાવ બન્યો હતો. નરાધમને ફાંસીની સજા આપવા મુદ્દે કોર્ટ પરિસરમાં લોકોએ આક્રમક પ્રદર્શન કર્યું હતું. લોકોએ કોર્ટ પરિસરમાં હંગામો કર્યા પછી કોર્ટના દરવાજે ચપ્પલ ફેંકી હતી, જ્યારે દરવાજા તોડવાનો પ્રયાસ કર્યો હતો. પરિસ્થિતિ વધુ વણસતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો હોવાના સમાચાર છે.

આજે માલેગાંવ કોર્ટ પરિસરમાં પ્રદર્શનકારીઓએ આરોપીને ફાંસી સજા આપવા મુદ્દે સૂત્રોચ્ચાર કર્યા હતા, ત્યાર પછી કોર્ટના દરવાજે ચપ્પલ પણ ફેંકી હતી. પરિસ્થિતિ નિયંત્રણમાં લેવા માટે લાઠીચાર્જ કરવાની નોબત આવી હતી. સ્થાનિક લોકોએ રસ્તાઓ જામ કરવાની સાથે જોરદાર પ્રદર્શન કર્યું હતું. ઉપરાતં, આરોપીની વહેલામાં વહેલી તક મોતની સજા આપવાની માગણી કરી હતી. આ કેસમાં પોલીસે પણ કહ્યું હતું કે તપાસ ચાલુ છે તેમ જ દોષીઓને સખતમાં સખત સજા આપવા માટેના તમામ કાયદાકીય પગલાં ભરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો
નાશિક જિલ્લામાં બાળકી પર બળાત્કાર કરવામાં આવ્યો હતો, ત્યારબાદ તેની હત્યા કરવામાં આવી હતી. આ બનાવની જાણ પછી સ્થાનિક લોકોએ સોમવારે પણ રસ્તારોકો કર્યું હતું. કહેવાય છે કે બાળકીની ક્રૂરતાપૂર્વક હત્યા કરવાના કિસ્સામાં એક આરોપીની ધરપકડ કરી છે. ગઈકાલે માલેગાંવ કોર્ટમાં એક આરોપીને હાજર કર્યો હતો. કોર્ટ પરિસરમાં તણાવપૂર્ણ માહોલ ઊભો થયા પછી વધુ પોલીસ ફોર્સને પણ તહેનાત કરવામાં આવી હતી. વિરોધ પ્રદર્શન કરનારામાં મહિલાઓએ તીવ્ર પ્રદર્શન કરવાને કારણે અફરાતફરીના માહોલનું નિર્માણ થયું હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button