માલેગાંવમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અજિત પવારની મતદારોને ધમકી, વિપક્ષે કાર્યવાહીની માંગ કરી

માલેગાંવ, મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રમાં નગર પંચાયત ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે માલેગાંવથી નગર પંચાયતની ચૂંટણી માટે પ્રચારની શરૂઆત કરી છે. ચોંકાવનારી વાત એ છે કે, અજિત પવારે પોતાના ભાષણમાં કેટલી વિવાદિત વાતો કરી છે. અજિત પવારે ચૂંટણી પ્રચારના ભાષણમાં મતદાતાઓને ધમકી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ વિવાદિત ભાષણ માટે ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસે અજિત પવાર પર વાક્ પ્રહાર કર્યાં છે.
માલેગાંવથી નગર પંચાયત ચૂંટણીનો પ્રચાર શરૂ કર્યો
વિગતે વાત કરવામાં આવે તો, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવારે કહ્યું કે, ‘તમે મને માલેગાંવ નગર પંચાયતમાં 18માંથી 18 ઉમેદવારોની જીતાડી આપો, તમને કરેલા દરેક વાયદા અને માંગો પૂર્ણ કરીશ. પરંતુ જો તમે કટ માર્યો તો હું પણ કર મારીશ. તમારી પાસે વોટ છે તો મારી પાસે ફંડ છે. હવે તમારે શું કરવાનું છે એ તમે નક્કી કરી લે જો’. આ નિવેદનનો અત્યારે ભારે વિવાદ થઈ રહ્યો છે. અજિત પવાર દ્વારા મતદાતાઓને ધમકી આપવામાં આવી છે તેવો કોંગ્રેસ અને શિવસેના દ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર એટીએસ દ્વારા માલેગાંવ બ્લાસ્ટમાં 19 વર્ષે ચાર લોકો સામે ચાર્જશીટ દાખલ
ચૂંટણી પંચે અજિત પવાર સામે કાર્યવાહી કરવી જોઈએ
અજિત પવારના આ નિવેદન પર ઉદ્ધવ ઠાકરેની શિવસેના અને કોંગ્રેસે વિરોધ કર્યો છે. મહારાષ્ટ્રની વિપક્ષી પાર્ટીએ કહ્યું કે, જો અજિત પવાર આવી રીતે મતદાતાઓને ધમકી આપે છે તો ચૂંટણી પંચે આ નિવેદનની નોંધ લઈને તેમની સામે કાર્યવાહી કરવી જોઈએ. સત્તા પાર્ટી લોકોને ડરાવી ધમકાવીને મત માંગી રહ્યાં છે. મહત્વની વાત એ છે કે, વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો તેમ છતાં પણ અજિત પવાર પોતાના નિવેદન પર અડગ અને સમર્થન આપ્યું હતું.
આ પણ વાંચો : માલેગાંવ બ્લાસ્ટ કેસ: એનઆઈએ, સરકાર અને દોષમુક્ત આરોપીઓને હાઈ કોર્ટની નોટિસ
વિપક્ષને જવાબ આપતા અજિત પવારે કહ્યું કે, ચૂંટણી વખતે નેતાઓ લોકો પાસેથી મત માંગવા માટે વાયદાઓ કરે છે. બિહારમાં પણ આપણે જોયું છે. મેં કોઈને પણ ધમકી નથી આપી, માત્ર એટલું જ કહ્યું છે કે, અમને જીતાડશો તો ફંડ આપશું અને વિકાસ કરીશું’. પ્રશ્ન એ પણ થાય છે કે, શું સત્તાપક્ષ માત્ર પોતાના પાર્ટીના આધિન પંચાયતોને જ ફંડ આપે છે? જો આવું થઈ રહ્યું હોય તો તે ચિંતાનો વિષય છે.



