મહારાષ્ટ્ર

‘ગન-નગરી’માં મોટી કાર્યવાહીઃ બીડમાં 183 બંદૂકના લાયસન્સ રદ

છત્રપતિ સંભાજી નગર: એક સરપંચની હત્યા બાદ સાવધ બનેલા મહારાષ્ટ્રના બીડના સત્તાવાળાઓએ છેલ્લા એક મહિનામાં જિલ્લામાં 183 ગનના લાઈસન્સ રદ કર્યા હોવાનું એક અધિકારીએ આજે જણાવ્યું હતું.

આઠ વ્યક્તિએ સ્વેચ્છાએ તેમના લાઈસન્સ પરત કરી દીધા છે. આ સિવાય પોલીસે જિલ્લામાં વધુ 127 હથિયાર લાયસન્સ રદ કરવાની ભલામણ પણ વહીવટીતંત્રને કરી છે એમ પણ તેમણે જણાવ્યું હતું. બીડમાં અત્યાર સુધીમાં કુલ 1 હજાર 289 હથિયારના લાઈસન્સ જારી કરવામાં આવ્યા છે.

આપણ વાંચો: Budget 2025: સીબીડીટીના ચેરમેનએ કહી મોટી વાત, આટલા ટકા કરદાતા અપનાવશે નવી કર વ્યવસ્થા

સમીક્ષા અને રદ કરવાની સંપૂર્ણ પ્રક્રિયા આવતા મહિનાના અંત સુધીમાં પૂર્ણ થઈ જશે એમ બીડ પ્રશાસનના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે ‘અમે અત્યાર સુધીમાં 183 લાઇસન્સ રદ કર્યા છે, જ્યારે વધુ 127 લાઇસન્સ રદ કરવાની ભલામણ છે. અન્ય 189 કેસોમાં (લોકોને) નોટિસ પણ ફટકારી છે, જ્યાં 1990 પહેલાં હથિયારના લાઇસન્સ જારી કરવામાં આવ્યા હતા.

મસ્સાજોગ ગામના સરપંચ સંતોષ દેશમુખનું 9 ડિસેમ્બર, 2024ના દિવસે અપહરણ કરી તેમની હત્યા કરવામાં આવી હતી. હત્યા કેસમાં સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે.
(પીટીઆઈ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button