આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

મહારાષ્ટ્રમાં મહાયુતિને 40 બેઠકો મળશે: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: એકનાથ શિંદેએ કહ્યું હતું કે, અમારી સરકારે રાજ્યમાં કરેલા કામ અંગે મને વિશ્વાસ છે. અમારી સરકારે રાજ્યમાં અટવાયેલા પ્રોજેક્ટ્સ મેટ્રો, બાળાસાહેબ ઠાકરે સમૃદ્ધિ મહામાર્ગ, (મેટ્રો) કાર શેડ, ગેમ ચેન્જિંગ અટલ સેતુ, મુંબઈ કોસ્ટલ રોડને લગતી કામગીરી ઝડપભેર કરી હતી. અમારી સરકારે ખેડૂતો, મહિલાઓ અને યુવાનો માટે કામ કર્યું છે, ઉદ્યોગોને આગળ લઈ જવા માટે નિર્ણયો લીધા છે. અમે વિકાસનો એજન્ડા લઈને લોકોમાં ગયા છીએ. લોકો વિકાસને પ્રાથમિકતા આપે છે, તેથી મને વિશ્વાસ છે કે મહારાષ્ટ્રમાં મહાયુતિને 40થી વધુ બેઠકો મળશે.

શિંદેના જણાવ્યા અનુસાર, તેમની સરકાર સત્તામાં આવી તે પહેલાં જ્યારે મહા વિકાસ અઘાડીની સરકાર સત્તામાં હતી, ત્યારે મહારાષ્ટ્ર સીધા વિદેશી રોકાણમાં ચોથા સ્થાને હતું અને જીડીપીની દ્રષ્ટિએ પણ પાછળ હતું.

આ પણ વાંચો : Exit Poll 2024 : દેશમાં કોની બનશે સરકાર ? જાણો એક્ઝિટ પોલના આંકડા

અમારી સરકાર સત્તામાં આવ્યા પછી, એફડીઆઈમાં મહારાષ્ટ્ર પ્રથમ ક્રમે આવ્યું, અમે જીડીપીમાં મોટું યોગદાન આપ્યું, 6 લાખ કરોડ રૂપિયાનું રોકાણ થયું અને ઉદ્યોગો રાજ્યમાં આવી રહ્યા છે. અમે ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું છે. તેમને રેડ કાર્પેટ, સબસિડી અને સિંગલ વિન્ડો ક્લિયરન્સ આપવામાં આવ્યું છે. તેથી જ સમગ્ર વિશ્વમાં ઉદ્યોગપતિઓ દ્વારા મહારાષ્ટ્રને પ્રાધાન્ય આપવામાં આવે છે અને પસંદ કરવામાં આવે છે, એમ તેમણે કહ્યું હતું.

અમારી પાસે ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે, ક્ષમતા છે, સારી કનેક્ટિવિટી છે, કુશળ માનવબળ છે અને રોકાણથી રોજગાર નિર્માણમાં મદદ મળશે, લોકોને રોજગાર મળશે અને રાજ્યમાં વિકાસ થશે. ડબલ એન્જિન સરકાર (રાજ્ય અને કેન્દ્રમાં સરકાર) છે. અમને કેન્દ્ર તરફથી સારી મદદ મળી રહી છે, એમ તેમણે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button