નાગપુરમાં 'લુટેરી દુલ્હન' ઝડપાઈ: ૮ પુરુષોને છેતરી લાખો પડાવ્યા! ૯મા શિકાર પહેલા જ પોલીસના હાથે ચડી...

નાગપુરમાં ‘લુટેરી દુલ્હન’ ઝડપાઈ: ૮ પુરુષોને છેતરી લાખો પડાવ્યા! ૯મા શિકાર પહેલા જ પોલીસના હાથે ચડી…

નાગપુર: મહારાષ્ટ્રના નાગપુરમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં પોલીસે એક લુંટેરી દુલ્હનની ધરપકડ કરી હતી. તપાસમાં સામે આવ્યુ હતું કે આ મહિલાએ એક કે બે નહિ પણ આઠ લોકોને વિશ્વાસમાં લઈને તેમની સાથે લગ્ન કર્યા હતાં અને પાછળથી લાખો રૂપિયા પડાવી લીધા હતાં. જો કે તે નવમાં વ્યક્તિને શિકાર બનાવે તે પહેલા જ પોલીસે તેની ધરપકડ કરી લીધી હતી.

મળતી વિગતો અનુસાર પોલીસે આરોપી લુંટેરી દુલ્હનની ઓળખ સમીરા ફાતિમા તરીકે કરી છે. વળી પોલીસે આરોપીની ધરપકડ તેવા સમયે કરી હતી કે જયારે તે આઠ લોકોને ઠગ્યા બાદ હવે નવમાં વ્યક્તિને પોતાની જાળમાં ફસાવવાની શોધમાં હતી અને એક વ્યક્તિને તે મળવા જવાની હતી.

પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે મહિલા તેના પતિઓને બ્લેકમેલ કરતી હતી અને બાદમાં પૈસા પડાવતી હતી. જો કે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાયા બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી હતી.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે સમીરા ફાતિમા તેના જુદા જુદા પતિઓ પાસે પૈસા હડપવા માટે એક ટુકડી સાથે કામ કરતી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે સમીરા વ્યવસાયે શિક્ષક છે. પોલીસને એવી પણ શંકા છે કે આરોપી મહિલાએ છેલ્લા પંદર વર્ષમાં અનેક યુવાનોને પણ લુંટ્યા હોઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે આરોપી મહિલા મુસ્લિમ સમુદાયના અમીર અને પરણેલા યુવકોને ટાર્ગેટ કરતી હતી. તેમજ તેના પતિનો આરોપ છે કે તેણે કોઈની પાસેથી ૫૦ લાખ તો અન્ય પાસેથી પંદર લાખ રોકડા અથવા બેંકના માધ્યમથી લુંટ કરી છે. પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે સમીરા અલગ અલગ યુવકોને નિશાન બનાવતી હતી.

આ માટે મેટ્રોમોનિયલ સાઈટ્સથી લઈને ફેસબુકનો ઉપયોગ કરતી હતી અને દુઃખની વાતો કરીને પોતે છુતાછેડા લીધા છે તેવું જણાવતી હતી. ગત વર્ષે પોતે ગર્ભવતી છે તેવું બહાનુ ધરીને પોલીસ પકડથી બચી ગઈ હતી અને ફરાર થઇ ગઈ હતી.

આ પણ વાંચો…ગોવંડીમાં ગંભીર બીમારીથી ત્રસ્ત માતાએ છ મહિનાના દીકરાનું ગળું દબાવી દીધું

Devayat Khatana

મૂળ સૌરાષ્ટ્રના યુવા પત્રકાર જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. સોશિયલ મીડિયા સાથે જોડાયેલા છે. સૌરાષ્ટ્રના લોકજીવન, સ્થાનિક પ્રશ્નો, ગુજરાતના રાજકારણ, ધર્મ, તેમ જ લોક સાંસ્કૃતિક બાબતો પર સારું પ્રભુત્વ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button