મહારાષ્ટ્રને મળી વધુ બે વંદે ભારતની સોગાત, મુંબઇ-કોલ્હાપુર મુસાફરી બનશે સરળ

મુંબઇઃ ભારતના ઘણા શહેરોને વંદે ભારત દ્વારા જોડવામાં આવી રહ્યા છે. રેલવેએ જાહેરાત કરી છે કે મુસાફરોની મુસાફરીને વધુ સરળ બનાવવા માટે મધ્ય રેલવે માર્ગ પર 2 નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ કરવામાં આવશે. આ નવી વંદે ભારત મહારાષ્ટ્રની સાતમું અને આઠમી વંદે ભારત ટ્રેન હશે. આ બે નવી વંદે ભારત મુંબઈથી કોલ્હાપુર રૂટ પર અને પુણેથી વડોદરા રૂટ પર શરૂ થશે.
રેલવેએ જાહેરાત કરી છે કે મુસાફરોની મુસાફરીને વધુ સરળ બનાવવા માટે મધ્ય રેલવે રૂટ પર 2 નવી વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે. જ્યારથી મુંબઈ-સોલાપુર, મુંબઈ-શિરડી જેવા રૂટ પર વંદે ભારત શરૂ કરવામાં આવી ત્યારથી મુંબઈથી કોલ્હાપુર રૂટ પર પણ વંદે ભારત ટ્રેન શરૂ કરવાની માંગ ઉઠી હતી. મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને હવે મુંબઈ-કોલ્હાપુર વંદે ભારત શરૂ કરવામાં આવી રહી છે. તેવી જ રીતે પુણેથી વડોદરા રૂટ પર પણ વંદે ભારત ટ્રેન શરૂ કરવામાં આવશે.
વંદે ભારત મહારાષ્ટ્ર અને ગુજરાત વચ્ચે સૌથી ઝડપી ટ્રેન તરીકે પુણે-વડોદરા રૂટ પર દોડાવવામાં આવશે. રેલવે અધિકારીઓના સૂત્રોએ માહિતી આપી છે કે પુણે-વડોદરા વંદે ભારત એક્સપ્રેસ વસઈ રોડ થઈને દોડશે.
સૌથી વધુ વંદે ભારત ટ્રેનોની યાદીમાં મહારાષ્ટ્ર રાજ્ય મોખરે છે. મહારાષ્ટ્રમાં કુલ 6 વંદે ભારત ટ્રેન દોડે છે. હવે આ સંખ્યા વધીને 8 થશે. હાલમાં વંદે ભારત ટ્રેન મહારાષ્ટ્રમાં મુંબઈ સેન્ટ્રલથી ગુજરાતના ગાંધીનગર, CSMT થી મડગાંવ (ગોવા) , CSMT થી શિરડી અને CSMT થી સોલાપુર તેમજ CSMT થી જાલના સુધી ચાલે છે. નાગપુર અને મધ્યપ્રદેશના બિલાસપુર વચ્ચે પણ વંદે ભારત ટ્રેન દોડે છે.