મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વકરે આપ્યું આ નિવેદન, વિવાદ થવાની શક્યતા
મુંબઈઃ ગેંગસ્ટર અરુણ ગવળીની દીકરી અને પૂર્વ કોર્પોરેટર ગીતા ગવળી મેયર બને ત્યાં સુધી સાથ આપવાની જાહેરાત તાજેતરમાં વિધાનસભાના અધ્યક્ષ એડવો. રાહુલ નાર્વેકરે કરી હતી. આ જાહેરાતને લઈ શક્યત છે કે વિવાદ પણ ઊભો થઈ શકે છે.
મહારાષ્ટ્રના સ્પીકર રાહુલ નાર્વેકરે તાજેતરમાં જણાવ્યું હતું કે ગીતા ગવળી મારા માટે બહેન જેવા છે અને અરુણ ગવળી ઉર્ફે ડેડીની જેમ હું પણ અખિલ ભારતીય સેનાના કાર્યકરોને પ્રેમ આપીશ. હું હવે અખિલ ભારતીય સેનાનો સભ્ય બની ગયો હોવાનું સમજશો, નાર્વેકરના આ નિવેદનથી વિવાદ થવાના સંકેતો છે.
નાર્વેકર દક્ષિણ મુંબઈ લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર છે. નાર્વેકરે અખિલ ભારતીય સેનાનો ટેકો મેળવવા માટે યોજેલી બેઠકમાં કહ્યું હતું કે હું વિધાનસભા અધ્યક્ષ છું. હું મારા અધિકારો જાણું છું. હું અખિલ ભારતીય સેનાને ક્યારેય નહીં છોડું. અખિલ ભારતીય સેના પરિવારમાં એક નવો સભ્ય જોડાયો છે. ધારો કે આ બહેન (ગીતા ગવળી)ને મારા ભાઈનો ટેકો માત્ર લોકસભા માટે જ નથી, પરંતુ તે મુંબઈની મેયર બને ત્યાં સુધી છે.
મેયર બનવા માટે સહકારનું વચન આપવામાં કંઈ ખોટું નથી. નાર્વેકરે ક્યારેય ગવળીની ગુનાહિત પ્રવૃત્તિઓને સમર્થન આપ્યું નથી, એમ ભાજપના એક વરિષ્ઠ નેતાએ સ્પષ્ટતા કરી હતી.