આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી જીતવા ભાજપનો ખાસ પ્લાન

મુંબઇઃ મહારાષ્ટ્રમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજવાની છે. આ સંદર્ભે રાજ્યમાં ભાજપની બે દિવસથી ચાલી રહેલી કોર કમિટીની બેઠક શુક્રવારે પૂર્ણ થઈ હતી, જેમાં સ્પષ્ટપણે એ પુનરોચ્ચાર કરવામાં આવ્યો હતો કે પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણી મહાયુતિ ગઠબંધનના ભાગરૂપે એક સાથે જ લડશે. ભાજપની આ સમગ્ર રણનીતિ વિધાનસભાની ચૂંટણીમાં મહાવિકાસ આઘાડીને હરાવવાની છે. જોકે, મહાયુતિમાં સીટ વહેંચણીનો મુદ્દો અટવાઈ શકે છે. આ એટલા માટે પણ મહત્વનું છે કારણ કે આગામી બેઠકોની વહેંચણીની વાટાઘાટોમાં શિવસેના અને એનસીપી સહિત ત્રણ સહયોગી પક્ષો વચ્ચે મહત્તમ બેઠકો માટે સ્પર્ધા થવાની સંભાવના છે. એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના માને છે કે તેને તાજેતરની લોકસભાની ચૂંટણીમાં એટલું સારું પ્રદર્શન કર્યું છે કે તેને નોંધપાત્ર બેઠકોનો હિસ્સો મળવો જોઈએ. દરમિયાન અજીત પવારની આગેવાની હેઠળની એનસીપીને પણ એમએલસી ચૂંટણી દરમિયાન નવું લીઝ મળ્યું છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર શિવસેના સૌથી વધુ બેઠકોની માંગ કરીને શરૂઆત કરી શકે છે જ્યારે એનસીપી 90 અને ભાજપ 150થી વધુ સીટ માંગી શકે છે. ભાજપના નેતાઓએ એમ પણ સ્વીકાર્યું હતું કે કુલ 288 વિધાનસભાની બેઠકો છે, તેથી દરેક પક્ષે આખરે તો બીજાને સમજવા જ પડશે અને ક્યાંકને ક્યાંક તો સમજૂતી કરવી જ પડશે. ભાજપના એક વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે ત્રણ પક્ષોના જોડાણને સંભાળવું સરળ નથી તેથી સીટ વહેંચણીમાં પણ કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે.

જોકે, રાજકીય રીતે જો મહા વિકાસ અઘાડી સામે લડવું હોય તો અમારે સાથે રહેવું જ પડશે. ભાજપે તેના ગઠબંધન ભાગીદારોને સાથે જરૂરી વ્યુહ રચનાઓની પણ ચર્ચા કરી હતી. શુક્રવારની બેઠક પહેલા મીડિયા સાથે વાત કરતા મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્ર શેખર બાવનકુલેએ જણાવ્યું હતું કે અમે ગુરુવારે 150 મત વિસ્તારોની વિગતવાર સમીક્ષા કરી હતી અને બાકીના 138 મત વિસ્તારોની શુક્રવારે સમીક્ષા કરી હતી. આ સમયે અમારો એજન્ડા મહાયુતિની બેઠકોની વહેંચણી પર વિચાર કરવાનો નથી, પરંતુ બેઠકોને જીતવાનો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે સમીક્ષા બેઠકમાં ભાજપની મત ક્ષેત્ર મુજબની તાકાતનું મૂલ્યાંકન તેમજ પક્ષ અને તેના સાથી પક્ષોના પ્રયાસોને કેવી રીતે એકબીજાના પૂરક બનાવી શકાય છે એ અંગેનો પણ વિચાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત પાયાના સ્તરના કાર્યકરોને ઉત્સાહિત કરવા સંયુક્ત મોરચાનું નિર્માણ કરવા અને આરએસએસ તથા ભાજપ વચ્ચે બહેતર સંકલન સાધવાનો પણ સમાવેશ થાય છે.

21 જુલાઈના રોજ ભાજપ પુણેમાં એક દિવસીય સ્ટેટ કોન્ફરન્સ કરવાની છે, જ્યાં આ બધા મુદ્દા ઉપર વિગતવાર ચર્ચા કરવામાં આવશે કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી આ કાર્યક્રમનું ઉદઘાટન કરશે, જ્યારે આ કાર્યક્રમનું સમાપન અમિત શાહના ભાષણ સાથે થશે. મહારાષ્ટ્રના તાજેતરના બજેટમાં મહાયુતિ સરકાર દ્વારા જાહેર કરાયેલી કેટલીક કલ્યાણકારી યોજનાઓ પુણે પરિષદના એજન્ડામાં ટોચ પર રહેશે. લોકસભાની ચૂંટણીમાં કારમી હાર બાદમાં ગઠબંધનને તેમની આ યોજના પર ઘણો વિશ્વાસ છે. ભાજપને સૌથી વધુ આશા મુખ્યપ્રધાનની લાડલી બહેન યોજનાથી છે, જેમાં મહિલાઓને રોકડ રકમ ટ્રાન્સફર કરવાનું વચન આપવામાં આવ્યું છે.

સરકારના વડા તરીકે સીએમ શિંદે અને નાણાપ્રધાન તરીકે ડેપ્યુટી સીએમ અજિત પવાર પહેલાથી જ લોકોને આ યોજનાઓ વિશે જણાવવા માટે મેદાનમાં ઉતરી ચૂક્યા છે અને આ રીતે તેઓ આ યોજનાની માલિકીનો દાવો કરી રહ્યા છે. હવે ભાજપ બેરોજગારો માટે માસિક સ્ટાઇપેન્ડ અને ખેડૂતો માટે વીજળી બિલ માફી જેવી યોજનાઓ સિવાય લાડલી બહેન યોજના વિશે વાત ફેલાવવા માટે મહિલા કાર્યકરોને જોડશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…