મહારાષ્ટ્ર

મહારાષ્ટ્રના વિપક્ષી વિધાનસભ્યોનું નકલી દવા કૌભાંડ સામે પ્રદર્શન

નાગપુર: મહારાષ્ટ્રની સરકારી હોસ્પિટલોમાં કથિત નકલી દવાના પુરવઠા કૌભાંડ અંગે શનિવારે નાગપુરના વિધાનભવનના પરિસરમાં વિપક્ષે જોરદાર વિરોધ પ્રદર્શન કર્યું હતું.

શિયાળુ સત્રના છેલ્લા દિવસે રાજ્ય વિધાનસભાના પગથિયાં પર વિપક્ષના સભ્યોએ પ્લેકાર્ડ પકડીને મહાયુતિ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.

આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભાએ 33.7 હજાર કરોડ રૂપિયાની પૂરક માંગણીઓ મંજૂર કરી: લાડકી બહેન યોજના માટે 1.4 હજાર કરોડ રૂપિયા…

દોઢ વર્ષ પહેલાં, મેડિકલ કોલેજો અને સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને નકલી દવાઓ પૂરી પાડવામાં આવતી હતી. જોકે, કોઈપણ પ્રધાન કે અધિકારી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી, એમ વિધાન પરિષદના વિપક્ષી નેતા અંબાદાસ દાનવેએ જણાવ્યું હતું.

મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલે, વિજય વડેટીવાર, શિવસેના (યુબીટી)ના વિધાનસભ્ય વરુણ સરદેસાઈ અને અન્ય વિધાનસભ્યો પ્રદર્શનમાં જોડાયા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button