નાશિક સેન્ટ્રલ જેલમાં દુષ્કર્મ કેસના કેદીએ કરી આત્મહત્યા, પોલીસ દોડતી થઈ...
મહારાષ્ટ્ર

નાશિક સેન્ટ્રલ જેલમાં દુષ્કર્મ કેસના કેદીએ કરી આત્મહત્યા, પોલીસ દોડતી થઈ…

મહારાષ્ટ્રઃ મહારાષ્ટ્રના નાશિક રોડ સેન્ટ્રલ જેલમાં રવિવાર બપોરે એક વિચારાધીન કેદીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી હોવાનું પ્રકાશમાં આવ્યું છે. આ મામલે પોલીસે આપેલી વિગતો પ્રમાણે મૃતકની ઓળખ શિવદાસ ભાલેરાવ તરીકે થઈ છે. શિવદાસ ભાલેરાવ મૂળ નાશિક જિલ્લાના સિન્નર તાલુકાનો રહેવાસી હતો. તેણે રવિવારે જેલમાં આત્મહત્યા કરી હોવાથી અધિકારીઓ દોડતા થઈ ગયાં હતાં.

દુષ્કર્મના એક કેસમાં શિવદાસ ભાલેરાવ સજા ભોગવી રહ્યો હતો

વધુ વિગતો આપતા અધિકારીઓએ જણાવ્યું કે, દુષ્કર્મના એક કેસમાં શિવદાસ ભાલેરાવની ધરપકડ કરવામાં આવી હતી. શિવદાસ ભાલેરાવ જૂન 2024 થી જેલમાં સજા ભોગવી રહ્યો હતો. રવિવારે જેલ કર્મચારીઓએ તેને ફાંસી પર લટકેલો જોયો હતો. પોલીસ કર્મચારીએ આ મામલે તે તરત જ જેલ તંત્ર જાણ કરી હતી અને તેને જિલ્લા હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. અહીં ડૉક્ટરો દ્વારા શિવદાસને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.

શિવદાસ ભાલેરાવે આત્મહત્યા શા માટે કરી?

આખરે શા કારણે શિવદાસ ભાલેરાવે આત્મહત્યા કરી તેનું કારણ હજી સુધી જાણવા મળ્યું નથી. પોલીસ દ્વારા આ મામલે તપાસ શરૂ કરી દેવામાં આવી છે. અત્યારે આ કેસમાં અકસ્માતે મોતનું કારણ દર્શાવવામાં આવ્યું છે. અધિકારીઓએ જણાવ્યું કે, પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા પછી જ મોતના સાચા કારણ વિશે જાણવા મળશે. જેલ તંત્ર દ્વારા આત્મહત્યાની આ ઘટના વિશે ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. જેથી આંતરિક તપાસ પણ હાથ ધરવામાં આવી છે. ઘટનાની બાદ જેલ પરિસરમાં સુરક્ષા અને દેખરેખની વ્યવસ્થા વધુ કડક કરવાની સૂચનાઓ આપવામાં આવી છે.

આ પણ વાંચો…‘ફટકા ગેન્ગ’ના હુમલામાં ટ્રેનમાંથી પડી ગયેલા નાશિકના યુવકે પગ ગુમાવ્યો: સગીર ઝડપાયો

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button