મહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Maharashtra Lok Sabha update: મહારાષ્ટ્રમાં મહાઆઘાડીએ મહાયુતિનો રકાસ કાઢશે?

મુંબઈઃ ઉત્તર પ્રદેશની 80 લોકસભા બેઠક બાદ જ્યાં સૌથી વધારે 48 લોકસભા બેઠક છે તેવા મહારાષ્ટ્રમાં એનડીએને ભારે ઝટકો સહન કરવો પડે તેવી સ્થિતિ છે. અહીં શિંદે સેના, અજિત પવારની એનસીપી અને ભાજપની મહાયુતિ છે જ્યારે ઉદ્ધવસેના, કૉંગ્રેસ અને શરદ પવારની એનસીપીની મહાવિકાસ આઘાડી છે. હાલના ટ્રેન્ડ જોડા મહાવિકાસ આઘાડી 29 બેઠક પર આગળ છે જ્યારે મહાયુતિ 18 બેઠક પર આગળ ચાલી રહી છે.

પક્ષ પ્રમાણે વાત કરીએ તો કૉંગ્રેસ 11, ભાજપ 11, ઉદ્ધવસેના 10, એનસીપી (શરદપવાર) 8, શિંદેસેના 6 અને એનસીપી (અજિત પવાર) એક બેઠક પર આગળ છે. આ સાથે સાંગલી ખાતે અપક્ષ ઉમેદવાર વિશાલ પાટીલ આગળ છે. તો ખૂબ જ વિવાદોમાં સપડાયેલી નવનીત રાણા અમરાવતીમાં 8000 મતથી પાછળ છે. તેમની સાે બલવંત વાનખેડે આગળ ચાલી રહ્યા છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button