મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષ માટે ગુરુવારે ચૂંટણી

નાગપુર: મહારાષ્ટ્ર વિધાન પરિષદના અધ્યક્ષની ચૂંટણી ગુરુવારે કરવામાં આવશે, એમ નાયબ અધ્યક્ષ નીલમ ગોર્હેએ જણાવ્યું હતું. ગોર્હેએ રાજ્ય વિધાનસભાના ચાલી રહેલા શિયાળુ સત્રના બીજા દિવસે આજે વિધાન પરિષદમાં આ જાહેરાત કરી હતી. રામરાજે નાઈક – નિમ્બાળકરની મુદત પૂરી થયા બાદ 7 જુલાઇ, 2022થી કાઉન્સિલના અધ્યક્ષનું પદ ખાલી પડ્યું છે.

રાજ્ય વિધાનસભાના ઉપલા ગૃહના 78 સભ્યોમાં ભાજપના 19, કોંગ્રેસના 7, શિવસેના (યુબીટી)ના 7, શિવસેનાના 6, એનસીપી (એસપી) અને એનસીપીના 5-5 અને અપક્ષના 3 સભ્યો છે.

આ પણ વાંચો : વડાપ્રધાનના સંબોધન વચ્ચે જ અધ્યક્ષે કહ્યું, “માનનીય સદસ્ય મોબાઈલ ન જુઓ!”

રાજ્યના મંત્રીમંડળની ભલામણ પર કાર્યવાહી કરી ઓક્ટોબરમાં રાજ્યપાલ સી. પી. રાધાકૃષ્ણને ગવર્નર ક્વોટા હેઠળ ખાલી પડેલી 12 જગ્યાઓમાંથી વિધાન પરિષદના સાત સભ્યના નામને મંજૂરી આપી હતી. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતૃત્વ હેઠળ નવી સરકારના ગઠનના પખવાડિયા પછી પ્રધાનમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું હતું.
(પીટીઆઈ)

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button