મહારાષ્ટ્રની જેલમાં ક્ષમતા કરતા ૧૨,૩૪૩ વધુ કેદીઓ: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રની જેલોમાં તેની ક્ષમતા કરતા વધુ કેદીઓ ભરવામાં આવ્યા હોવાની કબૂલાત રાજ્યના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર્ર ફડણવીસે વિધાન પરિષદમાં કરી હતી. રાજ્યની જેલની ક્ષમતા ૨૭,૧૮૪ની છે, તેની સામે ૬૦ જેલમાં મેે, ૨૦૨૫ સુધીમાં ૩૯,૫૨૭ કેદીઓ હતા. એટલે કે ક્ષમતા કરતા ૧૨,૩૪૩ કેદીઓ વધુ જેલમાં રાખવામાં આવ્યા હતા.
રાજ્યની વિધાન પરિષદમાં કરવામાં આવેલા સવારનો લેખિતમાં બુધવારે જવાબ આપતા ગૃહ ખાતું પણ સંભાળતા મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું હતું કે મુંબઈની સેન્ટ્રલ જેલની ક્ષમતા ૯૯૯ કેદીની છે પણ મે, ૨૦૨૫ સુધી જેલમાં ૩,૨૬૮ કેદીઓ હતા. એટલે તેની ક્ષમતા કરતા ત્રણ ગણા વધુ કેદીને જેલમાં હતા.
આ પણ વાંચો: આંતરધર્મીય લગ્ન બદલ કોઈને જેલમાં ન રાખી શકાય; ‘લવ જેહાદ’ની ચર્ચા વચ્ચે સુપ્રીમ કોર્ટનો ચુકાદો
મહારાષ્ટ્રની ૬૦ જેલોમાં મે, ૨૦૨૫ સુધીમાં ૩૯,૫૨૭ કેદીઓ હતા, જયારે તેની ક્ષમતા માત્ર ૨૭,૧૮૪ કેદીઓને સમાવવાની છે.
વિધાન પરિષદમાં માહિતી આપતા મુખ્ય પ્રધાને જણાવ્યું હતું કે રાજ્ય સરકાર જમીન ઉપલબ્ધ કરાવીને નવી જેલ બનાવીને કેદીઓને સમાવવાની ક્ષમતા વધારવા માટે પગલાં લઈ રહી છે. સરકાર હાલની જેલોમાં નવી બેરેક ઉમેરીને વધારાની જગ્યા પણ કેદીઓ માટે ઉપલબ્ધ કરાવી રહી છે. આ પગલાંથી ૧૭,૧૧૦ વધુ કેદીઓને સમાવવા માટે જગ્યા ઉપલબ્ધ થશે.
‘ગરીબ કેદીઓને સહાય’ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વર્ગના કેદીઆનેે જામીન અથ્ાવા દંડ ભરવા માટે નાણાકીય સહાય પણ આપવામાં આવતી હોવાનું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું. ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી અને બિન-સરકારી સંસ્થાઓ પણ જરૂરિયાતમંદ કેદીઓને મફત કાયદાકીય સેવાઓ પૂરી પાડતી હોવાનું ફડણવીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: તહવ્વુર રાણાનું સરનામું હશે મુંબઈની આ જેલ, ફડણવીસે આપ્યો સંકેત…
રાજ્યમાં ૩૯,૫૨૭ કેદીઓમાંથી ૬,૦૦૩ અશિક્ષિત છે, તેમાંથી ૫,૦૬૭ અન્ડરટ્રાયલ પર છે. રાજ્ય સરકાર તથા બિન-સરકારી સંસ્થાઓ કેદીઓને ખાસ કરીને ૧૮-૩૦ વર્ષની વયના કેદીઓને આવશ્યક શિક્ષણ પૂરું પાડે છે. જુદી જુદી જેલોમાં યશંવતરાવ ચવાણ ઓપન યુનિવર્સટી અને ઈન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સટી દ્વારા વોકેશનલ કોર્સનું આયોજન પણ કરવામાં આવતું હોવાનું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.
કેદીઓના પુનર્વસન માટે રાજ્ય સરકારે સમતા ફાઉન્ડેશન, અઝીમ પ્રેમજી ફિલાન્થ્રોપિક ટ્રસ્ટ અને ટાટા ઈન્સ્ટિટ્યૂટ ઓફ સોશ્યલ સાયન્સ સાથે એમઓયુ હસ્તાક્ષ કર્યા હોવાનું મુખ્ય પ્રધાને જણાવ્યું હતું.