રોજગાર કાર્યક્રમ: ફડણવીસ શનિવારે 10,309 ઉમેદવારોને એપોઈન્ટમેન્ટ લેટર આપશે

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ચોથી ઓક્ટોબરે શનિવારના 10,309 ઉમેદવારોને નિમણૂક પત્ર (એપોઇન્ટમેન્ટ લેટર)નું વિતરણ કરશે. સીએમઓના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે પ્રથમ વખત 10 હજારથી વધુ લોકો એક જ દિવસે સરકારી સેવામાં જોડાશે.
આ પત્રોના વિતરણનો મુખ્ય કાર્યક્રમ ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને અજિત પવારની હાજરીમાં મુંબઈમાં યોજાશે, જ્યારે પાલક પ્રધાનો પોતપોતાના જિલ્લાઓમાં પત્રોનું વિતરણ કરશે.
આ પણ વાંચો : મહારાષ્ટ્ર સરકારે 33,000 કરોડના એમઓયુ કર્યાઃ 33,000 લોકોને રોજગાર મળવાનો દાવો
સેવામાં મૃત્યુ પામતા સરકારી કર્મચારીઓના જીવનસાથી અથવા બાળકોને કરુણાપૂર્ણ નિમણૂક નીતિ હેઠળ નોકરી મળે છે. સીએમઓના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ટેકનિકલ અને વહીવટી વિલંબને કારણે આવા ઘણા કેસો વર્ષોથી પેન્ડિંગ હતા. ફડણવીસે તાજેતરમાં જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટને પ્રક્રિયાને ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો હતો.
આ ઉપરાંત, મહારાષ્ટ્ર પબ્લિક સર્વિસ કમિશન (એમપીએસસી) દ્વારા ક્લાર્ક-ટાઇપિસ્ટની જગ્યાઓ માટે પસંદ કરાયેલા 5,122 ઉમેદવારને પણ આ પ્રસંગે નિમણૂક પત્રો આપવામાં આવશે, એમ અહેવાલમાં જણાવ્યું હતું.
(પીટીઆઈ)