દરેક ખેડૂતોના ખેતર સુધી જતા રસ્તા બનાવવામાં આવશે: બાવનકુળે
17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર સુધી મહેસૂલ વિભાગ દ્વારા ‘રાષ્ટ્રપિતાથી રાષ્ટ્રનેતા’ સેવા પખવાડિયાનું આયોજન

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસથી મહાત્મા ગાંધીની જન્મજયંતિ સુધી, એટલે કે 17 સપ્ટેમ્બરથી બીજી ઓક્ટોબર સુધી, રાષ્ટ્રપિતાથી રાષ્ટ્ર નેતા સેવા પખવાડિયા’ છત્રપતિ શિવાજી મહારાજ મહારાજસ્વ અભિયાન હેઠળ ઉજવવામાં આવશે, એમ મહેસૂલ પ્રધાન ચંદ્રશેખર બાવનકુળેએ ગુરુવારે અહીં જણાવ્યું હતું.
આ પખવાડિયા દરમિયાન વિવિધ જાહેર સેવા કાર્યક્રમો લાગુ કરવામાં આવશે અને મહેસૂલ વિભાગે ખાસ કરીને ખેડૂતો અને જરૂરિયાતમંદો માટે ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. આ રાજ્યવ્યાપી અભિયાન પુણેમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો: ફડણવીસ બ્રાહ્મણ છે એટલે એમની ટીકા થાય છે?’ બાવનકુળેના સવાલથી રાજકારણ ગરમાયું
આ પખવાડિયાના પ્રથમ પાંચ દિવસ (17 થી 22 સપ્ટેમ્બર) ખેડૂતોને તેમના ખેતરો સુધી પહોંચતા રસ્તાઓ અને શિવ-પાનંદ રસ્તાઓ બનાવીને આપવામાં આવશે. આ રસ્તાઓનું મહેસૂલ વિભાગ દ્વારા માપણી કરવામાં આવશે અને તેમના પરના અતિક્રમણો દૂર કરવામાં આવશે. આ અભિયાનમાં સૌથી મહત્વપૂર્ણ અને ઐતિહાસિક નિર્ણય એ છે કે હવે ખેડૂતોના ખેતરો તરફ જતા દરેક રસ્તાને નંબર આપવામાં આવશે. આનાથી રસ્તાઓની ઓળખ નક્કી થશે અને ભવિષ્યમાં તેમને સત્તાવાર દરજ્જો મળશે, એમ બાવનકુળેએ જણાવ્યું હતું.
મહેસૂલ વિભાગ 22 થી 27 સપ્ટેમ્બર દરમિયાન એવા લોકો માટે એક ખાસ ઝુંબેશ ચલાવશે જેમણે 2011 પહેલા મકાનો બનાવીને સરકારી જમીનો પર અતિક્રમણ કર્યું છે. આ જમીનોની માપણી કરવાની અને તેમને કાયદેસર ભાડાપટ્ટો વહેંચવાની યોજના છે. આ સમયગાળા દરમિયાન, જમાબંધી કમિશનરો દ્વારા પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવા પર પણ ભાર મૂકવામાં આવશે, એમ બાવનકુળેએ જણાવ્યું હતું.
આ પણ વાંચો: મહારાષ્ટ્રમાં સર્પમિત્રોને સત્તાવાર ઓળખપત્ર અને 10 લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળશે: બાવનકુળે
50 લાખ લોકોને લાભ થશે
આ પખવાડિયામાં, ફક્ત પુણેમાં જ નહીં, પરંતુ વર્ધા જિલ્લાના પવનાર અને નાશિક વિભાગોમાં પણ ખાસ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. બધા પાલક પ્રધાનો પોતપોતાના જિલ્લાઓમાં આ કાર્યક્રમો શરૂ કરશે. ચંદ્રશેખર બાવનકુળેએ એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો કે આ 15 દિવસના સમયગાળા દરમિયાન ઓછામાં ઓછા 50 લાખ લોકોને વિવિધ યોજનાઓનો લાભ મળશે.