અમેરિકામાં અકસ્માત બાદ મહારાષ્ટ્રની યુવતી કોમામાં, પરિવારને વિઝા મળવાની અપેક્ષા

નવી દિલ્હી: અમેરિકામાં મૂળ મહારાષ્ટ્રની 35 વર્ષીય વિદ્યાર્થીનિ નીલમ શિંદેનો 14મી ફેબ્રુઆરીના રોજ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ તે કોમામાં જતી રહી હતી, જો કે ત્યારબાદ તેનો પરિવાર વિઝાની માંગ કરી રહ્યો હતો. જો કે હવે નીલમ શિંદેના પરિવારજનો માટે એક સારા સમાચાર મળી રહ્યા છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અમેરિકા તેમના પરિવારના સભ્યોને ઇમરજન્સી વિઝા આપવાની વિચારણા કરી રહ્યું છે જેથી તેઓ કેલિફોર્નિયાની હોસ્પિટલમાં જઈને તેમને મળી શકે.
14 ફેબ્રુઆરીના રોજ થયો હતો અકસ્માત
વિગતોથી વાત કરવામાં આવે તો મૂળ મહારાષ્ટ્રના સતારા જિલ્લાની રહેવાસી 35 વર્ષીય નીલમ શિંદે અમેરિકામાં જિંદગી સામે લડી રહી છે. 14 ફેબ્રુઆરીના રોજ કેલિફોર્નિયામાં થયેલા ભયાનક માર્ગ અકસ્માત બાદ નીલમ કોમામાં છે. નીલમના મગજની સર્જરી કરાવવી પડશે, પરંતુ નીલમના પરિવારને અમેરિકાના વિઝા મળી શક્યા નહોતા અને બીજી તરફ અમેરિકામાં લોહીના સંબંધીઓની પરવાનગી વિના કોઈ પણ ઓપરેશન કરવામાં આવતું નથી.
ભારત સરકારે કર્યા પ્રયાસો
ભારતીય વિદેશ મંત્રાલયના અમેરેકી વિભાગે આ મુદ્દો ઔપચારિક રીતે ઉઠાવવા અને મદદ મેળવવા માટે અમેરિકાનો સંપર્ક કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે આવી કટોકટી માટે મુસાફરી પરમિટ સામાન્ય રીતે ઝડપથી આપવામાં આવે છે. જોકે, આ કેસમાં કયા કારણે વિલંબ થયો એ બાબતે કોઇ સ્પષ્ટતા નહોતી થઈ. તેમના પરિવારે 48 કલાક બાદઆ વિઝા માટે અરજી કરી, પરંતુ ત્યારથી અરજી પેન્ડિંગ છે.
આ પણ વાંચો…સૂકી ઉધરસ માટે દવા નહિ પણ આ ઘરેલુ ઉપચાર છે વધુ અસરકારક! આપશે રાહત
સુપ્રિયા સુળેએ એસ. જયશંકરને લખ્યો પત્ર
પરિવારે કહ્યું કે તેઓ વિઝા માટે સ્લોટ બુક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે પણ હવે સ્લોટ આવતા વર્ષ માટે છે. પરિવારે કહ્યું કે હોસ્પિટલે એક ઈ-મેલ મોકલ્યો છે. આમાં તેમને તાત્કાલિક અમેરિકા આવવાનું કહેવામાં આવ્યું હતું. એનસીપી (શરદ પવાર) સાંસદ સુપ્રિયા સુળેએ વિદેશ પ્રધાન એસ. જયશંકરને પત્ર લખીને પરિવારને વિઝા મેળવવામાં મદદ કરવા અપીલ કરી. તેમણે પત્રમાં કહ્યું કે આ ચિંતાનો વિષય છે. બધાએ સાથે મળીને મદદ કરવી જોઈએ. નીલમના પિતાએ વિઝા માટે અરજી કરી છે. તેમને મદદની જરૂર છે.