…તો મહારાષ્ટ્રને First Woman Forest Head મળશે, જાણો કોણ છે સશક્ત મહિલા?
મુંબઈઃ મુખ્ય સચિવ (Chief Secretary) અને ડીજીપી (Director General of Police) પછી, રાજ્યને પ્રથમ મહિલા વન વડા (First Woman Forest Head) પણ મળી શકે છે. એવી અટકળો વહેતી થઈ છે કે રાજ્યમાં એક મહિલા પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય સચિવ પછી ટૂંક સમયમાં વન દળના વડા તરીકે મહિલા અધિકારી હશે. જે અધિકારીનું નામ ચર્ચામાં છે તે શોમિતા બિશ્વાસ છે (Shomita Biswas), જેઓ ૧૯૮૮ બેચના ભારતીય વન સેવા અધિકારી છે.
જો અટકળો સાચી પડે, તો તેઓ આ મહિનાના અંતમાં મુખ્ય મુખ્ય વન સંરક્ષક (વન દળના વડા) બનવાની તૈયારીમાં છે. એટલું જ નહીં, શોમિતા બિશ્વાસ તેઓ રાજ્યના સૌથી વરિષ્ઠ આઈએફએસ અધિકારી પણ બનશે.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૨૩માં, અન્ય સૌથી વરિષ્ઠ મહિલા આઈએફએસ અધિકારી, સુનિતા સિંહે વન દળના વડા બનવાની તક ગુમાવી દીધી હતી, કારણ કે રાજ્ય સરકારે તેમના બદલે શૈલેષ ટેંભર્ણીકરની પસંદગી કરી હતી. ભાજપ, શિવસેનાની આગેવાની હેઠળની સરકાર ‘ધરતી પુત્ર’ને વિભાગના વડા તરીકે ઇચ્છતી હોવાથી તેમને તક નહોતી મળી.
આઈએફએસ અધિકારી શોમિતા બિસ્વાસ નિવૃત્ત આઈએએસ અધિકારી સમીર બિશ્વાસના પત્ની છે અને સિંઘની જેમ તેમણે પણ કેન્દ્રીય પ્રતિનિયુક્તિ પર દિલ્હીમાં વિવિધ પોસ્ટ્સ પર સેવા આપી છે. તે થોડા વર્ષો પહેલા રાજ્યમાં પરત ફર્યા હતાં. તેમના નામની અટકળો કરવામાં આવી રહી છે કારણ કે તેનાથી વરિષ્ઠ ત્રણ આઈએફએસ અધિકારીઓ જુલાઈ-ઓગસ્ટમાં નિવૃત્ત થઈ રહ્યા છે.
આ પણ વાંચો : મુંબઈગરાઓ તમને લાગે છે કે તમે જ નાના ઘરમાં રહો છો…તો જૂઓ આ વીડિયો
રાજ્યના વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું કે ૧૯૮૭ બેચના આઈએફએસ અધિકારી શૈલેષ ટેંભર્ણીકર ૩૧ જુલાઈએ વન દળના વડા તરીકે નિવૃત્ત થઈ રહ્યા છે. વિકાસ ગુપ્તા (૧૯૮૮ બેચ), જેઓ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના વડા છે, તેઓ પણ તે જ દિવસે નિવૃત્ત થશે અને પીસીસીએફ (વન્યપ્રાણી) મહીપ ગુપ્તા (૧૯૯૦ બેચ) ઓગસ્ટના અંતમાં નિવૃત્ત થશે.