આમચી મુંબઈમહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર ચૂંટણીઃ ECએ 1440 VVPAT ચિઠ્ઠીની EVM સાથે કરી સરખામણી, આવું રહ્યું પરિણામ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં (Maharashtra Assembly Election Results 2024) ઈવીએમમાં પડેલા મત અને વીવીપેટ (VVPAT) ચિઠ્ઠીની સરખાણી કરવામાં આવી હતી. જેમાં કોઈ તફાવત જોવા મળ્યો નહોતો. મહારાષ્ટ્રના મુખ્ય ચૂંટણી અધિકારીએ (Chief Election Officer Maharashtra) એક્સ પર કરેલી પોસ્ટ મુજબ, દરેક વિધાનસભા વિસ્તારમાંથી પસંદ કરવામાં આવેલા વીવીપેટની ચિઠ્ઠી અને ઈવીએમ સંબંધિત કંટ્રોલ યુનિટ્સમાં નાંખવામાં આવેલા મત સાથે મેળવણી કરવામાં આવી હતી.

288 વિધાનસભા સીટમાંથી 1440 વીવીપેટ ચિઠ્ઠીની તપાસ કરવામાં આવી હતી. તેમાં ક્યાંક કોઈ વિરોધાભાસ જોવા મળ્યો નહોતો. ચૂંટણી પંચે કહ્યું કે, મહારાષ્ટ્રમાં વીવીપેટના આંકડા સાથે કોઈ વિસંગતતા નથી. તેથી કેટલાક રાજકીય પક્ષોએ જે ફરિયાદ અને દાવા કર્યા હતા તે સાચા નહોતા.

MVA ગઠબંધને લગાવ્યો હતો ગરબડનો આરોપ

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કારમી હાર બાદ મહાવિકાસ અઘાડી ગઠબંધને ઈવીએમમાં ગરબડનો આરોપ લગાવ્યો હતો. ચૂંટણી પ્રક્રિયામાં ઈવીએમની સત્યતા સાબિત કરવા માટે ચૂંટણી પંચના નિર્દેશ પર મહારાષ્ટ્રના નાંદેડ જિલ્લા પ્રશાસતને 75 વીવીપેટ મશીનના ઈવીએમ પર પડેલા વોટ સાથે વેરિફિકેશન અને સરખામણી કરી હતી. જોકે બંને ડેટામાં કોઈ અંતર મળ્યું નહોતું.

આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં મહાયુતીની સરકારના ગઠન બાદ પ્રધાનમંડળનું વિસ્તરણ ક્યારે?

કૉંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી હતી

મહારાષ્ટ્રમાં નાંદેડ લોકસભા સીટ કૉંગ્રેસે જીતી હતી પરંતુ જિલ્લાની 6 વિધાનસભા સીટ પર કૉંગ્રેસની કારમી હાર થઈ હતી. જે બાદ પાર્ટીએ ઈવીએમમાં ગરબડનો આરોપ લગાવીને ચૂંટણી પંચને પત્ર લખ્યો હતો. મતદાન કેન્દ્રોની પસંદગી ઉમેદવારોના પ્રતિનિધિઓ અને ચૂંટણી નિરીક્ષકોની હાજરીમાં લૉટરી દ્વારા કરવામાં આવી હતી. જે બાદ દરેક વિધાનસભા વિસ્તારના 5 વીવીપેટ મશીનની ચિઠ્ઠીની ગણતરી કરવામાં આવી અને ઈવીએમમાં નાંખવામાં આવેલા વૉટ સાથે સરખામણી કરવામાં આવી હતી. જિલ્લા કલેકટર અભિજીત રાઉતે જણાવ્યું કે, જિલ્લાના 75 કેન્દ્રો, 30 લોકસભા અને 45 વિધાનસભા વોટની ગણતરીમાં કોઈ ગરબડ મળી નહોતી.

મહારાષ્ટ્ર વિધાનસભાના ચૂંટણી પરિણામ

નવેમ્બર 2024માં યોજાયેલી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મહાયુતિએ 200થી વધુ બેઠકો જીતીને ઈતિહાસ રચ્યો હતો. ભાજપને સર્વાધિક 132, શિવસેનાને 57, અજિત પવારની એનસીપીને 41 બેઠક મળી હતી. જ્યારે મહાવિકાસ અઘાડીમાંથી શિવસેના (યુબીટી)ને 20, કોંગ્રેસને 16, એનસીપી (શરદ પવાર)ને 10, એસપીને 10 તથા અન્યને 10 બેઠક મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button