Maharashtra Election 2024: પીએમ મોદીના “એક હે તો સેફ હે” ના નિવેદન પર ઓવૈસીએ કર્યા પ્રહાર , કહી આ વાત
છત્રપતિ સંભાજીનગર : મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે. ત્યારે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (AIMIM)ના વડા અસદુદ્દીન ઓવૈસીએ છત્રપતિ સંભાજી નગરમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીના ” એક હે તો સેફ હે ” ના નિવેદન પર ઓવૈસીએ કહ્યું કે હું તેમને જવાબ આપવા માંગુ છું કે જો ન્યાય છે તો ભારત સુરક્ષિત છે. જો બંધારણ અકબંધ રહેશેતો સમાનતા પ્રવર્તશે અને ડો. આંબેડકરનો વારસો જીવંત રહેશે તો ભારત ખરેખર સુરક્ષિત રહેશે.
મહારાષ્ટ્રમાં મરાઠા વિરુદ્ધ ઓબીસી: ઓવૈસી
ઓવૈસીએ પોતાના ભાષણમાં કહ્યું, મજલિસ કહી રહી છે કે જો આપણે અનેક છીએ તો અખંડ છીએ. મોદી એક
કરવા માંગે છે. આરએસએસ એક કરવા માંગે છે. હું કહું છું કે જો ન્યાય છે તો ભારત સુરક્ષિત છે. જો બંધારણ છે તો સન્માન છે. આંબેડકર જીવિત છે તો ગોડસે મૃત છે. પીએમ મોદી મહારાષ્ટ્રની ચૂંટણીમાં શું કરી રહ્યા છે? મરાઠા વિરુદ્ધ ઓબીસી કરી રહ્યા છે. તેઓ એક વિશે વાત કરી રહ્યા છે અને અમે બધા વિશે વાત કરી રહ્યા છીએ. તેઓ એકના નામે દરેકને
લડાવા માંગે છે.
ધુળેમાં પીએમ મોદીનું સ્લોગન ” એક હે તો સેફ હે “
હાલમાં જ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી માટે ધુલેમાં એક રેલીને સંબોધિત કરતી વખતે, ” એક હે તો સેફ હે” ના નારા આપતા પીએમ મોદીએ કહ્યું હતું કે, “કોંગ્રેસ એક જાતિને બીજી જાતિ સામે લડાવવાની ખતરનાક રમત રમી રહી છે. આ રમત રમાઈ રહી છે કારણ કે કોંગ્રેસ ક્યારેય દલિતો અને આદિવાસીઓને આગળ વધતી જોઈ શકતી નથી. બાબા સાહેબ ખૂબ મુશ્કેલથી દલિતો, પછાતો અને આદિવાસીઓ માટે અનામતની જોગવાઈ કરી શક્યા.
વિકાસના માર્ગે આગળ વધતા રહેવું પડશે
પીએમ મોદીએ વધુમાં કહ્યું હતું કે, નેહરુજી પછી, ઈન્દિરાજી આવ્યા, તેમણે પણ અનામત સામે આ જ વલણ ચાલુ રાખ્યું. તેમનો ઉદ્દેશ્ય એ પણ હતો કે એસસી, એસટી, ઓબીસીને કોઈપણ કિંમતે પ્રતિનિધિત્વ ન મળવું જોઈએ. વિચારો, જો તેમ અલગ અલગ જ્ઞાતિઓમાં વિભાજિત થશો તો કેટલા નબળા થઈ જશો. એટલે જ કહું છું કે ” એક હે તો સેફ હે “
આપણે એક થઈને કોંગ્રેસની ખતરનાક રમતને નિષ્ફળ બનાવીને વિકાસના માર્ગે આગળ વધતા રહેવું પડશે.
AIMIM મહારાષ્ટ્રમાં 16 બેઠકો પર મેદાનમાં
ઉલ્લેખનીય છે કે, મહારાષ્ટ્રની તમામ 288 વિધાનસભા બેઠકો પર 20 નવેમ્બરે એક જ તબક્કામાં મતદાન થશે. આ વખતે AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ મહારાષ્ટ્રની 16 બેઠકો પર ઉમેદવારો ઉભા રાખ્યા છે. જેમાં તેમણે 12 બેઠકો પર
મુસ્લિમ ઉમેદવારો અને 4 બેઠકો પર દલિત સમુદાયના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે.