મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર કોંગ્રેસ પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળ્યાઃ ‘I.N.D.I.’ ગઠબંધન પર પહેલી વાર આપ્યું નિવેદન

મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકાળ આજે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેને મળ્યા હતા. બેઠક પછી, સપકાલે કહ્યું કે આજે હું ‘I.N.D.I.’ ગઠબંધન અને મહાવિકાસ આઘાડીના પ્રતિનિધિ તરીકે ઉદ્ધવ ઠાકરેને મળવા ગયો હતો, આ એક સારી બેઠક હતી.

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં યોજાનારી મ્યુનિસિપલ ચૂંટણીઓ, ધર્મના આધારે ભાજપ લોકો સાથે કેવી રીતે રમે છે તે અને અન્ય મુદ્દાઓ અંગે ચર્ચા થઈ હતી . તેમણે મીટિંગ બાદનો ફોટો પણ સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો.

આપણ વાંચો: I.N.D.I. ગઠબંધનના ફુલ ફોર્મનો જવાબ આપતો રાહુલ ગાંધીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ, થોથવાઈ ગયા?

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ચિદમ્બરમે કહ્યું હતું કે ‘I.N.D.I.’ ગઠબંધનનું ભવિષ્ય ઉજળું દેખાતું નથી. તેમને વિશ્વાસ નથી કે વિપક્ષી ગઠબંધન હજુ પણ સાથે છે. પી ચિદમ્બરમના નિવેદન પર હર્ષવર્ધન સપકાલે કહ્યું, “હું કોંગ્રેસનો પ્રદેશ પ્રમુખ છું. કોંગ્રેસની લાઇન છે, ભાજપ વિરોધી તમામ લોકો સાથે આગળ વધવું. આ પી ચિદમ્બરમનું વ્યક્તિગત નિવેદન છે.

સપકાળે કહ્યું કે, “પ્રશ્નો ઉભા કરવા અને પ્રચાર કરવો એ ભાજપનું કામ છે. તેઓ તે કરતા રહેશે અને અમે તેમને હરાવીશું. છેલ્લી ચૂંટણીઓમાં બંધારણને બચાવવા માટે ઈન્ડિ એલાયન્સની રચના કરવામાં આવી હતી. જ્યાં સુધી આ રહેશે, ત્યાં સુધી ‘ઇન્ડિ’ ગઠબંધન અકબંધ રહેશે. આ પહેલા હર્ષવર્ધન સપકાળે મહારાષ્ટ્ર કોંગ્રેસનું પ્રમુખ પદ સંભાળ્યા પછી પહેલીવાર શરદ પવારને મળ્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button