મહારાષ્ટ્ર કેન્સર કેર નીતિને કેબિનેટની મંજૂરી: 18 હોસ્પિટલમાં વિશેષ સારવાર મળશે

મુંબઈ: મહારાષ્ટ્રમાં આરોગ્ય સંભાળને મજબૂત બનાવવા માટે રાજ્યના પ્રધાનમંડળે આજે દર્દીઓને ગુણવત્તાયુક્ત સારવાર પૂરી પાડવા માટે વ્યાપક ‘કેન્સર કેર નીતિ’ને મંજૂરી આપી છે. આ નીતિ હેઠળ રાજ્યભરની 18 હોસ્પિટલમાં કેન્સરની વિશેષ સારવાર મળી શકશે.
મહારાષ્ટ્ર કેન્સર કેર, રિસર્ચ એન્ડ એજ્યુકેશન ફાઉન્ડેશન (મહાકેર ફાઉન્ડેશન) નામની એક કંપનીની સ્થાપના 100 કરોડ રૂપિયાની પ્રારંભિક મૂડી સાથે કરવામાં આવશે એમ મુખ્ય પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું.
આ પણ વાંચો: હિંગોલીમાં 14.5 હજારથી વધુ મહિલાઓમાં કેન્સર જેવા લક્ષણો જોવા મળ્યા
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સંવાદદાતાઓ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેન્સર કેર નીતિ રાજ્યના તમામ જિલ્લાઓમાં વહેલી તકે નિદાન અને સારવાર મળે એની તકેદારી રાખશે. પ્રધાનમંડળે ‘વિકસિત ભારત 2047’ના લક્ષ્યને અનુરૂપ રોકાણો અને બહુરાષ્ટ્રીય સહયોગને પ્રોત્સાહન આપવા માટે મહારાષ્ટ્ર ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (જીસીસી) પોલિસી 2025ને પણ મંજૂરી આપી છે. મુખ્ય પ્રધાનના કહેવા અનુસાર આ પગલાથી પાંચ લાખ ઉચ્ચ વેતન ધરાવતી નોકરીઓનું સર્જન થવાની અપેક્ષા છે.
(પીટીઆઈ)