મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્ર માટે આ રીતે રહેશે સુરક્ષા વ્યવસ્થા…

મુંબઇ: મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર સાત ડિસેમ્બરથી નાગપુરમાં શરૂ થશે. ત્યારે આ શિયાળુ સત્ર માટે 11,000 પોલીસકર્મીઓ, 40 બોમ્બ સ્ક્વોડ અને રાજ્ય રિઝર્વ પોલીસ ફોર્સ (SRPF) તેમજ અન્ય સુરક્ષા દળોની દસ કંપનીઓ સુરક્ષા માટે તહેનાત કરવામાં આવશે. નોંધનીય છે કે રાજ્ય વિધાનસભાનું 14 દિવસનું શિયાળુ સત્ર સાત ડિસેમ્બરથી 20 ડિસેમ્બરે સુધી ચાલશે.

પોલીસ કમિશનર અમિતેશ કુમાર અને જોઈન્ટ કમિશનર અસ્વતી દોરજેએ સત્ર શરી થતા પહેલા સુરક્ષા વ્યવસ્થાને લઈને રણનીતિ બનાવવા માટે સોમવારે પોલીસ અધિકારીઓની બેઠક યોજી હતી. સશસ્ત્ર પોલીસકર્મીઓ વિધાનસભા ભવન આસપાસ વ્યૂહાત્મક રીતે તહેનાત કરવામાં આવશે. જેથી કરીને કોઇ પણ પ્રકારની અનિચ્છનીય ઘટનાને રોકી શકાય.

પોલીસે જણાવ્યું હતું કે 11,000 પોલીસકર્મીઓમાંથી 6,000ને રાજ્યના વિવિધ ભાગોમાંથી બોલાવવામાં આવ્યા છે. નવ ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) રેન્કના અધિકારીઓ અને અન્ય જિલ્લાના 10 અધિકારીઓ શહેરમાંથી જ તહેનાત કરવામાં આવશે, જ્યારે 50 આસિસ્ટન્ટ પોલીસ કમિશનર, 75 નિરીક્ષકો અને 20 મહિલા નિરીક્ષકોને નાગપુર બોલાવવામાં આવ્યા છે.

આ ઉપરાંત VIP ને સુરક્ષા પૂરી પાડવા માટે જિલ્લા બહારની 30 બોમ્બ સ્ક્વોડ પણ તહેનાત કરવામાં આવશે તેમજ સુરક્ષાની વિગતોના ભાગરૂપે શહેર પોલીસ દળના બીજા દસ જવાનોને પણ તહેનાત કરવામાં આવશે. આ સત્ર દરમિયાન બત્રીસ સંગઠનોને મોરચો યોજવાની પરવાનગી આપવામાં આવી છે પરંતુ સત્ર દરમિયાન સંગઠનોની સંખ્યામાં વધારો થઇ શકે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button