મહારાષ્ટ્ર વિધાનસભાના શિયાળુ સત્રનો અંત: ત્રીજી માર્ચે બજેટસત્ર
નાગપુર: મહારાષ્ટ્ર વિધાનસભાનું શિયાળુ સત્ર પૂર્ણ થયું, જેમાં અમિત શાહ દ્વારા બાબાસાહેબ આંબેડકર અંગે કરાયેલી ટિપ્પણી પર થયેલો હોબાળો, બંધારણની પ્રતિકૃતિને અપવિત્ર કરવાને મુદ્દે થયેલી હિંસા અને સરપંચની હત્યા સહિતની મહત્વપૂર્ણ ઘટનાઓનો સમાવેશ થાય છે. વિધાનસભાનું આગામી અધિવેશન ત્રીજી માર્ચથી મુંબઈમાં બજેટ સત્ર તરીકે આયોજિત કરવામાં આવશે.
મહારાષ્ટ્ર વિધાનસભાએ તેનું શિયાળુ સત્ર શનિવારે ઔપચારિક રીતે સ્થગિત કર્યું હતું. સત્ર દરમિયાન થયેલી નોંધપાત્ર ઘટનાઓમાં કેટલાક વિવાદ ઉભો કરનારી ઘટના હતી, જેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આંબેડકર પર કરાયેલી ટિપ્પણીનો પણ સમાવેશ થાય છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્ર વિધાનસભામાં ‘શહેરી નક્સલવાદ’ને કાબુમાં લેવા માટેનું બિલ ફરીથી રજૂ કરાયું
બંધારણની પ્રતિકૃતિના અપવિત્ર થવાથી પરભણી શહેરમાં તણાવ ઉભો થયો અને હિંસામાં પરિણમ્યો હતો. એક અલગ ઘટનામાં, બીડમાં એક સરપંચની હત્યા કરવામાં આવી, જેનાથી અશાંતિમાં વધારો થયો હતો.
રાજ્યનું શિયાળુ સત્ર હવે પૂર્ણ થઈ ગયું છે જ્યારે બજેટસત્ર ત્રીજી માર્ચથી મુંબઈમાં થશે.
વિધાનસભાના અધિકારીઓ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર છ દિવસ કામ થયું તેમાં કુલ 46 કલાક 26 મિનિટનુું કામ થયું હતું. રોજ સરેરાશ 7.44 કલાક વિધાનસભ્યોએ કામ કર્યું હતું. સરકારે આ અધિવેસનમાં કુલ 15 ખરડા માંડ્યા હતા, જેમાંથી 13ને મંજૂરી આપવામાં આવી હતી, જ્યારે એક સંયુક્ત સમિતિ પાસે મોકલવામાં આવ્યો હતો અને એક પેન્ડિંગ છે. વિધાન પરિષદમાં ચાર ખરડા મંજૂર કરવામાં આવ્યા હતા. વિધાનસભામાં સરેરાશ હાજરી 72.90 ટકા હતી.