આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪
કૉંગ્રેસે બીજી યાદી બહાર પાડી, જાણો ફડણવીસ સામે એમવીએનો કયો ઉમેદવાર ભાથ ભીડશે
મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી માટે કૉંગ્રેસે બીજી યાદી જાહેર કરી છે. કૉંગ્રેસ 23 ઉમેદવારના નામ જાહેર કર્યા છે, જેમાં નાગપુર સાઉથનો પણ સમાવેશ થાય છે. આ બેઠક પરથી મહાયુતીના ઉમેદવાર અને રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ ચૂંટણી લડી રહ્યા છે, કૉંગ્રેસે તેમની સામે ગિરિશ પાંડવને ટિકિટ આપી છે. આ બેઠક પર સૌની નજર રહેશે.
આ ઉપરાંત 23 બેઠકમાં મુંબઈ-એમએમઆરની બેઠકોનો પણ સમાવેશ થાય છે. જેમાં વસઈથી વિજય પાટીલ, કાંદીવલી પૂર્વથી કાલુ બધેલીયા, ચારકોપથી યશવંત સિંહ, સાયન કોલીવાડાથી ગણેશ યાદવને ટિકિટ મળી છે. જોકે કૉંગ્રેસ મુંબઈમાં ઘણી નબળી પુરવાર થઈ છે અને તેમની માટે આ બેઠકો પર જીત મેળવવી અઘરી છે.
આ પણ વાંચો…..ઉદ્ધવ ઠાકરેએ બહાર પાડી બીજી યાદી, જાણો ક્યાંથી કોણ લડશે ચૂંટણી
અત્યાર સુધીમાં કૉંગ્રેસે 71 ઉમેદવારના નામ જાહેર કર્યા છે.
Taboola Feed