Maharashtra વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપે શરુ કરી કવાયત, સાંજે Devendra Fadnavisના નિવાસે કોર કમિટીની બેઠક
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra)વિધાનસભા ચૂંટણી માટે ભાજપે(BJP)તૈયારીઓ તેજ કરી દીધી છે. આજે મુંબઈમાં ભાજપની કોર કમિટીની બેઠક યોજાશે. ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ,(Devendra Fadnavis) સુધીર મુનગંટીવાર, ગિરીશ મહાજન, પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે અને આશિષ શેલાર બેઠકમાં હાજરી આપશે. આ બેઠક ફડણવીસના સત્તાવાર બંગલે રાત્રે 8 વાગ્યે યોજાશે
ઓછામાં ઓછી 100 બેઠકો મળવી જોઈએ : શિંદે જુથ
આ ઉપરાંત મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી પહેલા મહાયુતિ ગઠબંધનમાં સીટની વહેંચણીને લઈને પણ ચર્ચા ચાલી રહી છે. જેમાં એકનાથ શિંદે જુથના વરિષ્ઠ નેતાએ કહ્યું હતું કે તેમની પાર્ટીને મહારાષ્ટ્રની 288 વિધાનસભા બેઠકોમાંથી ઓછામાં ઓછી 100 બેઠકો પર ચૂંટણી લડવાની તક મળવી જોઈએ. શિવસેના મહાયુતિ ગઠબંધનનો ભાગ છે, જેમાં ભાજપ અને અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી પણ સામેલ છે.
Also Read: Delhi ના સીએમ Arvind Kejriwalનો જેલવાસ યથાવત રહેશે, હાઈકોર્ટે જામીન પર રોક લગાવી
મહાયુતિના મુખ્ય પ્રધાન પદના ચહેરા વિશે અસમંજસ
હાલ ભાજપ સાથે અજિત પવારની એનસીપી અને એકનાથ શિંદેની શિવસેના જોડાતા હવે મહાયુતિનો મુખ્ય પ્રધાન પદનો ચહેરો કોણ હશે તેની ચર્ચા થઇ રહી છે. જોકે, હજી સુધી આ બાબતે કોઇ ચર્ચા ન થઇ હોવાનું મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું.
Also Read: Monsoon 2024: ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત દેશમાં આગળ વધી રહ્યું ચોમાસું, 72 કલાકનું કાઉન્ટ ડાઉન શરૂ
દેવેન્દ્ર ફડણવીસ જ ભાજપના મુખ્ય નેતા
મહારાષ્ટ્રમાં મુખ્ય પ્રધાનનો ચહેરો કોણ હશે એ બાબતે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ અને મહાયુતિના સાથી પક્ષો નિર્ણય લેશે તેમ બાવનકુળેએ જણાવ્યું હતું. દિલ્હીમાં ભાજપના ટોચના નેતૃત્વ સાથેની બેઠક બાદ નાગપુર પાછા ફરેલા બાવનકુળેએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્રમાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ જ ભાજપના મુખ્ય નેતા રહેશે.