મહાદેવી હાથીને પરત લાવવા રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં કરશે અરજી: મુખ્ય પ્રધાન ફડણવીસ

કોલ્હાપુર: કોલ્હાપુર જિલ્લાના નાંદણી જિનસેન મઠના માધુરી ઉર્ફે મહાદેવી હાથીને પરત કરવા માટે ચાલી રહેલા સંઘર્ષમાં લોકોની તીવ્ર લાગણીઓ જોવા મળી છે. આ કારણે, મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટમાં સમીક્ષા અરજી દાખલ કરશે.
નાંદણીથી મહાદેવી હાથીને લઈ જતી વખતે ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પોલીસે આ કેસમાં ધરપકડ કરી છે. આ પ્રકરણના શંકાસ્પદ આરોપીઓ સામે દાખલ કરવામાં આવેલા ગુનાઓ પાછા ખેંચવામાં આવે, એવી માગણી ધારાસભ્ય રાહુલ આવડીએ કરી છે.
આ પણ વાંચો: મહારાષ્ટ્રની ‘માધુરી’ હવે ગુજરાત જશે? કોર્ટમાં પહોંચેલો મામલા અંગે જાણો?
આ અંગે દેવેન્દ્ર ફડણવીસે સ્પષ્ટતા કરી હતી કે આ સંદર્ભમાં યોગ્ય નિર્ણય લેવામાં આવશે. આ ઘટનાની નોંધ લેતા, નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે પણ કહ્યું કે રાજ્યમાં લગભગ ૪ થી ૫ પાળેલા હાથીઓના મોત થયા છે. આ ગંભીર બાબતની ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે નાયબ મુખ્યપ્રધાન અજિત પવારે વન વિભાગને આદેશ આપ્યો છે.