મદુરાઈ રેલવે સ્ટેશને પ્રવાસી પાસેથી 30 કિલો ડ્રગ્સ જપ્ત કર્યું

મદુરાઈ: રેવેન્યુ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (ડીઆરઆઇ)ના ગુપ્તચરોએ શુક્રવારે અહીં રેલવે સ્ટેશન પર એક પ્રવાસી પાસેથી લગભગ ૩૦ કિલો મેથામ્ફેટામાઈન તરીકે જાણીતા માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ડ્રગ્સની કિંમત ૯૦ કરોડ રૂપિયા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું.
એક પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, એક સૂચનાના આધારે ડીઆરઆઈની ટીમે મદુરાઈ રેલ્વે સ્ટેશન પર પોથીગાઈ સુપરફાસ્ટ એક્સપ્રેસના બિનઆરક્ષિત ડબ્બામાં મુસાફરી કરી રહેલા ચેન્નઈના મુસાફરને ટ્રેક કર્યો હતો અને એક બેગમાં છુપાવેલ ડ્રગ્સ જપ્ત કર્યું હતું.
આ ઓપરેશનમાં રેલવે પોલીસે મદદ કરી હતી. એક અધિકારીએ જણાવ્યું હતું કે ચેન્નઈના એક વ્યક્તિને ડ્રગ્સ રાખવા બદલ અટકાયત કરવામાં આવી છે જેની કિંમત ₹૯૦ કરોડ છે. ગયા અઠવાડિયે કે નગરમાં એક ઘરમાંથી ૮૦૦ ગ્રામથી વધુ મેથામ્ફેટામાઇન ડ્રગ્સ કબજે કર્યા બાદની મદુરાઈ શહેર પોલીસે પકડેલો ડ્રગ્સ નો આ સૌથી મોટો જથ્થો છે.