મહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીઃ આવતીકાલે મહારાષ્ટ્રમાં 5 બેઠક માટે મતદાન

નાગપુર, રામટેક, ભંડાદરા-ગોંદિયા, ચંદ્રપુર અને ગઢચિરોલીનો સમાવેશ

મુંબઈ/નાગપુર: મહારાષ્ટ્ર્ના પાંચ મતદાર સંઘ માટે લોકસભા ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન આવતીકાલે થશે, જેમાં 95 લાખથી વધુ મતદાતા મતદાન કરશે. પાંચ બેઠક પૈકી ભારતીય જનતા પાર્ટીના કદાવાર નેતાનું ભાવિ આવતીકાલે થશે.

આ પાંચ બેઠક પર ભાજપના કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી સહિત 97 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. નાગપુર, રામટેક (એસસી), ભંડાદરા – ગોંદિયા, ચંદ્રપુર અને નક્સલગ્રસ્ત ગઢચિરોલી – ચિમુર (એસસી) લોકસભા બેઠકો પર મતદાન થવાનું છે.
વિદર્ભ વિભાગના આ પાંચ લોકસભા મતવિસ્તારમાં કુલ 95,54,667 મતદાર છે. શુક્રવાર 19 એપ્રિલે અહીં મતદાન થવાનું છે. મતદાતાઓમાં 48,28,142 પુરુષ છે, 47,26,178 મહિલા છે અને 347 તૃતીય પંથી છે.

મુંબઈના રાજ્ય ચૂંટણી કાર્યાલય તરફથી બુધવારે આપવામાં આવી હતી. નાગપુરમાં ભાજપના નીતિન ગડકરી અને કોંગ્રેસના ઉમેદવાર વિકાસ ઠાકરે વચ્ચે સીધો મુકાબલો છે. નાગપુરની બેઠક પર 22,18,259 મતદારો છે જેમાં 11,10,840 પુરુષ, 11,07,197 મહિલા અને 222 તૃતીય પંથી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button