આમચી મુંબઈમહારાષ્ટ્રવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

લોકસભા ચૂંટણીઃ ઠાકરેની સેનાએ વધુ 4 ઉમેદવાર જાહેર કર્યા, જાણો કોને મળી ટિકિટ?

મુંબઈઃ સમગ્ર દેશમાં વિવિધ પાર્ટીઓ દ્વારા લોકસભાની ચૂંટણી (Loksabha Election 2024)ને લઈ પોતાના ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. મહારાષ્ટ્રની વાત કરવામાં આવે તો બે મહાયુતિના ઉમેદવારોની વચ્ચે સીધો જંગ થશે, જેથી સતત લોકોની નજર શિવસેના સહિતની પાર્ટીના ઉમેદવારોના નામની જાહેરાત પર છે. આજે ઉદ્ધવના નેતૃત્વવાળી શિવસેના એટલે કે ઉદ્ધવસેનાએ પોતાના ઉમેદવારની બીજી લિસ્ટ બાહર પાડી છે.

મહારાષ્ટ્રમાં વિરોધપક્ષ તરીકેના ગઠબંધનમાં ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરેની શિવસેના, અજિત પવારની રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસનો સમાવેશ થાય છે, જેમાં હવે ઉદ્ધવસેનાએ પોતાના ઉમેદવારોની બીજી લિસ્ટ બાહર પાડી છે. બીજી લિસ્ટમાં તેમણે વધુ ચાર નામની જાહેરાત કરી છે. ઉદ્ધવસેનાએ કલ્યાણ ડોંબિવલીની સીટ પરથી વૈશાલી દરેકર, હાતકણંગલેથી સત્યજીત પાટિલ, જળગાંવથી કરણ પવાર અને પાલઘરથી ભારતી કામડીને ટિકિટ આપી છે.


સાંગલી સીટને લઈને ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે આવતીકાલથી અમે આ સીટ પર ચૂંટણીનો પ્રચાર શરૂ કરીશું. ફેન્ડલી ફાઈટ જેવી કોઈ વાત હોતી નથી. તમે ક્યાં તો ફેન્ડશિપ કરો અથવા ફાઈટ કરો. બીજી લિસ્ટમાં ચાર ઉમેદવારોના નામથી જાહેરાત કરવામાં આવી છે. ઉદ્ધવ ઠાકરેએ અત્યાર સુધીમાં 21 ઉમેદવારના નામોની જાહેરાત કરી છે. તો બીજી તરફ જળગાંવથી ભાજપના હાલના સાંસદ ઉન્મેશ પાટિલ ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં સામેલ થઈ ગયા છે.


ALSO READ: Shocking for BJP: પક્ષના વર્તમાન સાંસદ ઉદ્ધવની સેનામાં જોડાયા, હજુ…

આજે ઉન્મેશ પાટિલે ભાજપથી છેડો ફાડી ઉદ્ધવ ઠાકરેની હાજરીમાં શિવસેનામાં પ્રવેશ મેળવ્યો હતો. ઉન્મેશ પાટિલની ટિકિટ ભાજપે કાપી નાખી છે. આ બાદથી જ ઉન્મેશ પાટિલ નારાજ જણાય રહ્યા છે. તેમના ઉદ્ધવસેનામાં સામેલ થવાથી પ્રથમ અનુમાનો લગાવાતા હતા કે તેમને જળગાંવથી ટિકિટ આપવામાં આવશે. જો કે ઠાકરેએ જળગાંવથી કરણ પવારને મેદાનમાં ઉતાર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button